News Portal...

Breaking News :

નૈરૂત્ય ચોમાસું કેરળના કિનારે આગમન!

2024-05-30 12:55:54
નૈરૂત્ય ચોમાસું કેરળના કિનારે આગમન!


દક્ષિણપશ્ચિમએટલે નૈરૂત્ય ચોમાસું આગાહીના એક દિવસ પહેલા ગુરુવારે કેરળના કિનારે પહોંચી ગયું છે.અને હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે.


ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે, 'આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે15 મેના રોજ કેરળમાં 31મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી.હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે  પૂર્વોતરમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે.


ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે.જૂન મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતનાં લોકો હવે મેઘરાજા આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાશે.

Reporter: News Plus

Related Post