રાજકોટની ઘટના બાદ શહેરમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેઓને ફાયર એનઓસી લેવા માટે સૂચના આપવામાં આવી છે
જો કે ગુરુવારે સવારે ફાયર એનઓસી આપવા માટે જે અધિકારીઓ હોવા જોઈએ તે સમય પર ઓફિસમાં આવ્યા જ ન હતા અને તેના કારણે અરજદારોએ હાલાકી વેઠવી પડી હતી.રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર સફાળું જાગ્યું છે અને ત્રણ દિવસમાં ઢગલે બંધ એવા ઝડપી પડ્યા છે જેઓ પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયર સેફટીના સાધનો અપૂરતા છે. આ તમામને દસ્તાવેજો જમા કરાવવા ઉપરાંત ફાયર એનઓસી મેળવવા માટે ઓફિસમાં બોલાવવામાં આવે છે.
પરંતુ ઓફિસમાં સમય ઉપર સ્ટાફ જ હાજર થયો ન હતો. ગુરુવારે સવારે 11.30 કલાક સુધી કોઈ સ્ટાફ ન આવતા અરજદારોએ ઓફિસની નીચે જ બેસી રહેવું પડ્યું હતું. સિક્યુરિટી વિભાગ તેઓને ઉપર જ જવા દેતો ન હતો. ને તેના કારણે અરજદારો અટવાઈ પડ્યા હતા.જો કે મીડિયા ત્યાં પહોંચતા થોડી જ ક્ષણોમાં તમામ ખુરશીઓ ભરાઈ ગઈ હતી અને અધિકારીઓ કામે લાગી ગયા હતા.ત્યારે એક તરફ ફાયર એનઓસી મેળવવા માટે રોજેરોજ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે અધિકારીઓ આવી આડાઈ શું કામ કરતા હશે એ એક સવાલ છે.
Reporter: News Plus