News Portal...

Breaking News :

ડભોઇ પંણસોલી ગામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

2024-08-15 14:43:03
ડભોઇ પંણસોલી ગામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી


ડભોઇ:  શહેર તાલુકા ખાતે આજે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.  સ્વતંત્રતા પર્વે વહેલી સવારે રાષ્ટ્રગીત જન ગણ મનના ગુંજારવથી માતૃભૂમિ ની વંદના કરવામાં આવી હતી. 


ડભોઇ તાલુકા કક્ષા નો પંણસોલી ગામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય  પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મામલતદાર ડી વી ગામીત હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે કે ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવીરાજેન્દ્રભાઈ તડવી ડભોઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંસ્થાના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ તેમજ ડભોઇ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હસ્તે તેમજ દયારામ હાઇસ્કુલ ખાતે દીપકભાઈ ભોઈના હસ્તે નોબલ પબ્લિક સ્કૂલ સંસ્થાના પ્રમુખ એ એ માધવાણીના હસ્તે મહેદવીયા હાઈસ્કૂલ પ્રમુખ ઇબ્રાહમભાઈ મહુડા વાલા હસ્તે તથા તાલુકાના કરનાળી મુરલી સંગમ સ્થિત મા રેવા આશ્રમ ખાટે સંસ્થાના પ્રમુખ રજનીભાઈ પંડ્યા હસ્તે તેમજ સિવિલ કોર્ટ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન એસટી ડેપો તેમજ વિવિધ શાળાઓ અને સંસ્થાઓ ખાતેત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ આન, બાન અને શાનથી લહેરાવ્યો અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. 


ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે આજે  78 માં સ્વાતંત્ર દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સ્વતંત્ર ભારત એક અને અખંડ રહે,સૌના વિચારોમાં એકતા સધાય અને પ્રગતિશીલ અને સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી. જ્યારે શશીકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ૭૮માં સ્વતંત્ર પર્વ નિમિત્તે  ભારત વિશ્વમાં નંબર વન બને સાથે સાથે દેશનો સર્વાંગી વિકાસ થાય અને ભારત વિશ્વ ગુરુ બને અને આ પ્રસંગે તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Reporter: admin

Related Post