ડભોઇ: કુબેર ભંડારી કરનાળી ખાતે 15મી ઓગસ્ટના રોજ 78 સ્વતંત્રતા દિવસની ઘ્વજવંદન, વૃક્ષરોપણ તેમજ સ્કૂલના બાળકોને યુનિફોર્મ વિતરણ કરી ઉજવણી કરવામાં આવીહતી.
ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિરના પરમ પૂજ્ય મહંત દિનેશગીરી મહારાજ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં મહંત નંદગીરી મહારાજ, અનુપગિરી મહારાજ, અનિલપુરી મહારાજ, સુજીદગીરી મહારાજ, શનિદેવ મંદિરના મહંત બ્રિજેશગીરી મહારાજ, મંદિર સ્ટાફ, મંદિરમાં પધારેલ ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી મંદિર ખાતે 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 1000 વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ અભિયાન વૃક્ષારોપણ કરી શરૂ કર્યું હતું.
જેમાં કરનાળી ગામના વિવિધ વિસ્તારોમાં તેમજ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોને પણ વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યા હતા તેઓ પણ પોતાના ઘરે કુબેરજીના નામથી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરે તે હેતુથી એકએક વૃક્ષનો છોડ આપવામાં આવ્યા હતા.કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અનુક્રમે કરનાળી પ્રાથમિક શાળા,વડીયા પ્રાથમિક શાળા,ચાણોદ કન્યા પ્રાથમિક શાળા, ભીમપુરા પ્રાથમિક શાળા, પીપળીયા પ્રાથમિક શાળા ,ચાણોદ કુમાર પ્રાથમિક શાળા, નંદેડીયા પ્રાથમિક શાળા, બગલીપુરા પ્રાથમિક શાળાના 500 જેટલા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
Reporter: admin