એરફોર્સ સ્ટેશનના પરિસરમાં રાષ્ટ્રીય પક્ષી 24 મોરના મોત થયા છે.જ્યારે અન્ય કેટલાક મોરની હાલત નાજુક હોવાના સમાચાર છે. સોમવારે ચાર મોરના મોતની માહિતી મળી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ના અધિનિયમ 1 હેઠળ સંરક્ષિત પ્રજાતિ મોરના મૃત્યુનો પહેલો રિપોર્ટ 4 જૂનના રોજ સામે આવ્યો હતો.
રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ અંગેના સાચા કારણો તો હજુ જાણી શકાયા નથી, પરંતુ કેટલાક સૂત્રોએ દાવો કર્યો છે કે, તે હીટસ્ટ્રોકને કારણે મોત થયા છે. જો કે, અન્ય કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું, કે મોરના મૃત્યુ કેવી રીતે થયું તેની પાછળનું કારણ શોધી શકાયું નથી. અને તેની સંપૂર્ણ તપાસ કે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પણ કરવામાં નથી આવી.સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મોરના મોત અંગે વન વિભાગને કોઈ પણ જાણકારી મળી નથી. આ અંગે વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને આ ઘટનાની જાણ નથી. કારણ કે તે મોટી સંખ્યમાં એટલે કે 24 રાષ્ટ્રીય પક્ષીના મોત થયા છે, હકીકતમાં અમને તેની જાણ કરવી જોઈતી હતી.
આવા કિસ્સાઓમાં મૃત પક્ષીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવતા હોય છે, અને કારણનું મૂલ્યાંકન કરવામાં આવે છે." જોકે કેટલાક લોકો હીટસ્ટ્રોકના કારણે મોરના મોત થયા હોવાનું કારણ ગણાવી રહ્યા છે.ભારતમાં જ્યારે કોઈ સૈનિક અથવા મહાન હસ્તિનું નિધન થાય છે, ત્યારે તેના મૃતદેહને તિરંગામાં લપેટીને તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે. પરંતુ ભારતમાં કેટલાક સ્થળોએ દેશના રાષ્ટ્રીય પક્ષી મોરને રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. જેમાં અંતિમ સંસ્કાર પહેલા તેને તિરંગામાં લપેટવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે નિષ્ણાતોએ કહ્યું છે કે, આવો કોઈ પ્રોટોકોલ નથી અને આ પ્રવૃત્તિ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972ના ઉલ્લંઘનના દાયરામાં આવે છે.
Reporter: News Plus