News Portal...

Breaking News :

ડભોઇમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી, ગરનાળા પાણી પાણી થયા.

2024-06-25 15:03:22
ડભોઇમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી, ગરનાળા પાણી પાણી થયા.


ડભોઇ પંથકમાં મેઘરાજાની પધરામણી સાથે જ તંત્રની અભણ કામગીરી ખુલ્લી પડી. પહેલા જ વરસાદમાં કાયાવરોહણ - મંડા‌ળા સહિત રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. વિદ્યાર્થીઓ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા.


રાજ્યમાં વરસાદી સીઝન હજી તો બરાબર શરૂ જ થઇ છે કે જ્યાં તો અનેક જગ્યાએ જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલો તો ઉઠ્યા જ છે પરંતુ સાથે સાથે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં પણ ખાસ કરીને ડભોઇમાં પહેલા જ વરસાદમાં ગરનાળામાં પાણી ભરાયા છે.કાયાવરોહણ - મંડા‌ળા સહિત રેલવે ગરનાળા પાણી- પાણી થઇ ગયા. તંત્ર ધ્વરા ગરનાળા તો બનાવવામાં આવ્યા પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ન કરવામાં આવી. જેના કારણે પહેલા જ વરસાદે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. 10 ઉપરાંત ગામના રહીશોને અવર-જવરમાં પણ હાલાકી પડી રહી છે.


ગરનાળામાં કેડ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. મંડાળા હાઇસ્કુલમાં અભ્યાસ કરતા જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરીને અભ્યાસ માટે જવાનો વારો આવ્યો છે. જેથી વિધાર્થીઓને ટ્રેક્ટરની ટ્રોલીનો સહારો લઇ ગરનાળુ પાર કરવું પડી રહ્યું છે. તંત્રની હોશયાર કામગીરીના કારણે આજે નાગરિકોને આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

Reporter: News Plus

Related Post