દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં બૈણા ગામની પાનમ નદીમાં પૂર આવતા આંખે આખું ટ્રેક્ટર પાણીના વહેણમાં તણાઈ જતા ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક યુવક ટ્રેક્ટરમાં ફસાઈ ગયા હતા. જોકે, સ્થાનિકોએ મહા મહેનતે ટ્રેક્ટર અને ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક યુવકનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા.
હાલ ચોમાસાની સિઝનનો વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે. જે અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામ ખાતે પાનમ નદીમાં અચાનક પુર આવ્યું હતું. જેથી ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નદીમાં આવેલા પૂરમાં નદીમાં રેતી ભરવા ગયેલુ ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાવ લાગ્યું હતું. ટ્રેક્ટર અચાનક તણાવા લાગતા ટ્રેક્ટર ચાલક સહિત અન્ય એક યુવક ટ્રેક્ટરમાં ફસાઈ ગયા હતા.
આ મામલે ગ્રામજનોને જાણ થતા ગ્રામજનો તાત્કાલિક નદી ખાતે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. જેમાં સ્થાનિકો દ્વારા ભારે જેહમત બાદ બે ઇસમો સહીત ટ્રેક્ટરને નદીના વેહણમાંથી બહાર કાઢવામાં આવ્યું. મહત્વનું છે કે, હાલ વરસાદી સીઝન ચાલી રહી છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવતા પૂરની સંભાવના હોવાથી સતર્ક રેહવું જરૂરી છે.
Reporter: News Plus