પાદરા તાલુકાના ગવાસદ ગામની સીમમાં જીજીએસ ડબકા (બંકા હાઉસ)ની પાછળ દારૂનું કટિંગ ચાલી રહ્યુ હોવાની બાતમી વડોદરા જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસની ટીમને જોઈને દારૂનું કટિંગ કરી રહેલા ચાર જણા ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે વિદેશી શરાબની 4764 બોટલો સાથે બે સ્વિફ્ટ કાર ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી બે ગાડીઓ અને દારૂ સહિત કુલ રૂપિયા 14.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગાડીના નંબર અને મોબાઈલ નંબરને આધારે બુટલેગરોની તપાસ શરૂ કરી છે.વડોદરા જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રાત્રે પાદરા તાલુકાના ગવાસદ ગામેથી દારૂનો એક ક્વોલિટિ કેસ શોધી કાઢ્યો હતો. વાત એવી હતી કે, લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગવાસદ ગામની સીમમાં આવેલા જીજીએસ ડબકા (બંકા હાઉસ)ની પાછળના ખુલ્લા ખેતરમાં દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યુ છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે ગવાસદ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા જ દારૂનું કટિંગ કરી રહેલા શખ્સો ભાગી છૂટ્યા હતા.
પોલીસને સ્થળ પરથી બે સ્વિફ્ટ ગાડીઓ અને એક મોબાઈલ ફોન સહિત દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગણતરી કરતા સ્થળ પરથી કુલ 4664 બોટલો મળી આવી હતી. જેની કિંમત 8.61 લાખ રૂપિયા હતી.પોલીસે દારૂની બોટલો, બે સ્વિફ્ટ ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 14.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાંથી આવ્યો હતો તેવા સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે સ્વિફ્ટ ગાડીઓના નંબરના આધારે તથા મોબાઈલ ફોનની કોલ ડિટેલના આધારે આરોપીની તલાશ શરૂ કરી છે. વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની જુદીજુદી ટીમે ગવાસદ અને આસપાસના વિસ્તારોમાં આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. ગવાસદ ગામની સીમમાંથી મળેલો દારૂનો જંગ જથ્થો ક્યાંથી આવ્યો હતો તે જાણવા માટે પોલીસે મોબાઈલ ફોનની કોલ ડિટેલ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Reporter: News Plus