વડોદરા: નતાશા બે દિવસ પહેલા હાર્દિકને છોડી તેના પુત્રને લઇને સર્બિયા પાછી જતી રહી છે. ત્યાંથી તે સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કર્યા કરે છે. તેણે તેના ઘરની બહારનો નઝારો પણ બતાવ્યો હતો.
18 જુલાઈએ હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાના પુત્રનો જન્મદિવસ હતો. આ ખાસ અવસર પર કુણાલ પંડ્યાની પત્નીએ તેના ઈન્સ્ટા પર ઘણી તસવીરો શેર કરી હતી. નતાશાનું કુણાલ પંડ્યાના પુત્ર સાથે સારું બોન્ડ હતું, તેથી જ આ મુશ્કેલ સમયમાં પણ તે તેને તેના જન્મદિવસ પર શુભેચ્છા આપવાનું ભૂલી નહોતી. તેણે એક બાળકની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે કાઉલી બાઉલી. ભગવાન હંમેશા તને આશિર્વાદ આપે તુ હંમેશા મારા માટે little pumpkin જ રહેશે. નતાશાએઓ ફોટોની ક્રેડિટ તેના પુત્ર અગસ્ત્યને આપી હતી.
સોશિયલ મીડિયા પર ડિવોર્સની જાહેરાત કરતા બંનેએ લખ્યું હતું કે, પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘અમે આ સંબંધને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. અમે ખુશીઓ વહેંચી, એક પરિવાર બનાવ્યો અને તે પછી અમારા માટે અલગ થવું મુશ્કેલ નિર્ણય હતો. અમારો એક પુત્ર અગસ્ત્ય છે, જેને અમે બંને સાથે મળીને ઉછેરીશું અને તેને દુનિયાની બધી ખુશીઓ આપવાનો પ્રયત્ન કરીશું.
Reporter: admin