વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મણીપુરા ગામે ચાંદીપુરમ વાયરસનો કેસ પોઝિટિવ આવતા તાલુકામાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
સાવલીના મણીપુરા ગામે રહેતા છ વર્ષે બાળક નામે વિષ્ણુ કનુભાઈ વાઘરી નાઓને ચાંદીપુરમ વાયરસ થી મોત થયાનો ખુલાસો થતા. વડોદરા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું અને વિવિધ ટીમો બનાવી તાલુકાના વિવિધ ગામોમાં સરર્વે હાથ ધર્યો છે. તારીખ 18 ના રોજ ચાંદીપુરમ વાયરસ થી સાવલીના બાળકનું મોત થયું હોય તેઓ રિપોર્ટ પોઝિટિવ આવતા.આરોગ્યતંત્ર દ્વારા મણીપુરા ગામની મુલાકાતે વડોદરા આરોગ્ય તંત્ર ની ટીમો ઉતરી ગઈ હતી.
અને ગામમાં આવા કોઈ બાળક ને ઝાડા ઉલટી કે તાવ છે. તેનો સર્વે હાથ ધર્યો હતો. એક બાજુ વરસાદી માહોલ છે. તેવામાં ચાંદીપુરમ વાયરસ હે હાહાકાર મચાવ્યો છે જેને જોતા સાવલી આરોગ્યંત્ર પોતાની કામગીરીમાં બમણો વધારો કરી આવો કોઈ કેસ સાવલીમાં ના નીકળે એના માટે સરર્વે હાથ ધરી ઘરે ઘરે ફરી સરર્વે કરી પાવડર તેમજ મેલોથીન નો છટકાવ કરી ચાંદીપુરમ વાયરસને ડામવાનો પ્રયાસ હાથ ધરર્યો છે.
Reporter: admin