વડોદરા : શ્રાવણ કૃષ્ણ પક્ષના પાંચમ નિમિતે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ જય નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પાંચમ નિમિતે નાગ નાગીનની પૂજા અર્ચના કરવામાં આવી છે.
નાગ પાંચમ ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ કૃષ્ણ પક્ષના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના ત્રણ દિવસ પહેલા આવે છે. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થયો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.ઉત્તર ભારતમાં 9 જુલાઈના રોજ નાગ પાંચમનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જાણો ગુજરાતમાં નાગ પાંચમ ક્યારે ઉજવવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ શું છે.નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પ્રતિમાને દૂધ અર્પણ કરવામાં આવે છે. આ સાથે આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે.
ઘણી જગ્યાએ આ દિવસે જીવંત સાપને દૂધ પીવડાવવામાં આવે છે. નાગ પાંચમના દિવસે લોકો તેમના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી નાગ દેવતાનું ચિત્ર બનાવે છે અને તેમની પૂજા કરે છે. આ દિવસ શ્રાવણ શુક્લ પક્ષની પાંચમનો દિવસ હતો અને ત્યારથી તેને નાગપાંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મંદિરમાં જાય છે અને નાગ દેવતાની પૂજા કરે છે. તેમને દૂધ, ચોખા, ફૂલ અને મીઠાઈ વગેરે અર્પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પૂજા કરવાથી નાગદેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. અને ભગતો દ્વારા માનીલી બધા અહી પૂજા કરી બાધા માંથી મુક્ત થાય છે અને ભગતો દ્વારા રૂ ના પૂપડા અને નાગ નાગીન ને કઠોળમાં મગ, મઠિયાં, ધરવામાં આવે છે આજે માંજલપુર વિસ્તારમાં આવેલ નાગ નાગેશ્વરી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ નાગદેવતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
Reporter: admin