વડોદરા : સ્કૂલે છોકરાઓને લેવા મુકવા માટે મહિલાઓ નીકળ્યા હતા.બંને અલગ અલગ મહિલાઓ પોતાના છોકરાઓને લઈ જતા સમયે ચોરો પીછો કરી ચેન તોડી ફરાર થયા હતા.
ચોરોને હવે પોલીસની બીક નથી રહી એ સાબિત થયું છે. વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરોએ બે મહિલાઓના અછોડા તોડ્યા છતાં પોલીસ ચૂપ રહી છે.એક મહિલાને લાત મારી ગળાના ભાગેથી અછોડો લઈ ભાગ્યો હતો.
સીટી પોલીસ સ્ટેશન અને કારેલીબાગ હજુ વિસ્તારમાં ચોરીનો બનાવ બનતા પોલીસ કામગીરી સામે સવાલ ઉભો થયો છે.બે મહિલાઓની ગળામાંથી સોનાની ચેન લઈને ફરાર થતાં પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ વિભાગ પર મોટા સવાલો ઉભો થઈ રહ્યા છે.
Reporter: admin