યુવા પ્રકોષ્ઠ વરેણ્યમ્ યુથ ગૃપ અને સરકારી આયુર્વેદ દવાખાનુ રાવપુરા વડોદરાના સંયુક્ત ઉપક્રમે તા ૨૧ - ઓગષ્ટ વરીષ્ઠ વડીલ નાગરિક દીવસ અંતર્ગત આયુર્વેદ કેમ્પનું આયોજન જલારામ મંદિર સુભાનપુરામાં કરવામાં આવ્યુ.
સુભાનપુરા વિસ્તારના કોર્પોરેટર રીટાબેન આચાર્ય વડોદરા કોર્પોરેશનમા આરોગ્ય વિભાગના પ્રભારી અને આદરણીય ડોક્ટર આમ્રપાલી પટેલના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સેકડોની સંખ્યામાં સીનીયર સીટીઝનો એ લાભ લીધો હતો સાથે વરેણ્યમ્ યુથ ગૃપ ના ક્રીષ્ણાબેન દ્વારા અસંખ્ય બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા મા આવ્યા વરીષ્ઠ કાર્યકરતા પીએમ જોષીજી દ્વારા વડીલ દર્દીઓ ને સાહિત્ય આપવામાં આવ્યું
વ્યસનમુક્તિ મુક્તિ પ્રદર્શન દ્વારા જન જાગૃતિનુ ઉમદા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. વડોદરા ઉપઝોન યુવા સંવાહક જીગરભાઈ ઠક્કર ની વિશેષ ઉપસ્થિત રહી હતી આ આયોજન ને સફળ બનાવવા મયંકભાઇ ત્રીવેદી, યોગશભાઈ ઉપાધ્યાય, રંજનભાઈ જોષી, હસમુખભાઈ ઉપાધ્યાય, ઠાકોરભાઈ પટેલ સુભાનપુરા શાખાના બેહનોનો સરાહનીય સહયોગ રહ્યો હતો વરેણ્યમ્ યુથ ગૃપ - અનિલભાઈ રાવલ દ્વારા ડોક્ટર આમ્રપાલી પટેલ તેમનો સ્ટાફ અને સરકારી આયુર્વેદ દવાખાનુ રાવપુરા, અને સુભાનપુરા જલારામ મંદિર ના ટ્રસ્ટી અને સંચાલકનો આભાર માન્યો હતો.
Reporter: admin