News Portal...

Breaking News :

મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી, મેયરના વિદેશ પ્રવાસને મંજૂરી આપવામાં આવી

2024-05-23 15:37:57
મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી, મેયરના વિદેશ પ્રવાસને મંજૂરી આપવામાં આવી


આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાઇ સમિતિની બે બેઠકો મળી હતી જેમાં ઓડિટ વિભાગના કામો મુકવામાં આવ્યા હતા. આ ઔપરાંત મેયરના વિદેશ પ્રવાસને  પણ મંજૂરી આપવામાં આવી હતી.



 વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાઇ સમિતિની બે બેઠકો સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં પ્રથમ બેઠકમાં ગત વર્ષના મુલતવી કામો પોસ્ટ ઓડિટ રિપોર્ટ 31-07-2023 થી 06-08-2023 ની દરખાસ્તો ને ધ્યાનમાં લેવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી. ઉપરાંત 2 જુલાઈથી 7 જુલાઇ  દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તેમજ સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રુલ્સ અંતર્ગત એક મેયર ફોરમનુ ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર દેશમાંથી વડોદરાના મેયરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજનનો ખર્ચ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવશે. જેની મંજૂરી સ્થાયી સમિતિમાં આપવામાં આવી.



બીજી બેઠકમાં  ગત 24-07-2023 થી30-07-2023ની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી કે જે સાથે જ પાણીને લગતા  આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં કેટલાક વિસ્તારોમાં ઉનાળામાં લાંબા ગાળે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ થાય તેવી  ત્વરિત  કામગીરી માટેની રજૂઆતો હતી જેને 04 જૂન પછી લેવામાં આવશે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના વિકાસના કામો મત ગણતરી પૂર્ણ થાય તે બાદ જોરશોરમાં શરુ કરવામાં આવશે.

Reporter: News Plus

Related Post