News Portal...

Breaking News :

મહાનગરપાલિકાએ અકોટા ડી માર્ટ, સાઉથવેસ્ટ સેન્ટર, ઓસીયા મોલ અને નવરચના યુનિવર્સિટીને નોટિસ આપી....અસ.સિદીકી મેટરનીટી હોમ સીલ...

2024-06-06 22:04:54
મહાનગરપાલિકાએ અકોટા ડી માર્ટ, સાઉથવેસ્ટ સેન્ટર, ઓસીયા મોલ અને નવરચના યુનિવર્સિટીને નોટિસ આપી....અસ.સિદીકી મેટરનીટી હોમ સીલ...


માંડવી-પાણીગેટ વિસ્તારમાં આવેલ અલ્માસ મર્કિટ કોમ્પલેક્ષની કુલ 99 દુકાનોને વાપર ઉપયોગ બંધ કરવામાં આવ્યો મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોરિપટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ, શો રૂમ્સ. વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે રકુલ વિગેરેમાં કાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતી જેવી કેસિયિલ/ ઇલેકટ્રીકલ/મિકેનીકલ બાબતોના ધાસધીરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / ઓક્યુપેશન સર્ટીફીકટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની 9 ટીમો અને ઝોન દીઠ ૨ ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા ગુરુવારનાં રોજ શહેરના વિવિધ જ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે.





જેમાં ઉત્તર ઝોનમાં કુલ ૧૧૦ એકમો પર તપાસ કરી કુલ ૧૧૦ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી.

પૂર્વ ઝોનમાં કુલ ૦૮ એકમોની તપાસ કરી કુલ ૦૭ મિલકતોને નોટીસ આપવામાં આવી છે. અસ.સિદીકી મેટરનીટી હોમ નામની મિલકતો સીલ કરવામાં આવી હતી.

પશ્ચિમ ઝોનમાં કુલ ૦૫ એકમોની તપાસ કરી કુલ ૦૫ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી.

દક્ષિણ ઝોનમાં કુલ ૦૪ એક્સોની તપાસ કરી કુલ ૦૪ એકમોને નોટીસ આપવામાં આવી છે.



આમ ચારે ઝોનમાં વિવિધ કોર્મશીયલ દુકાનો, હોસ્પિટલ, મેટરનીટી હોમ, રેસ્ટોરન્ટ, કાર્નીચર સોપ અને અન્ય એકમો મળી કુલ ૧૨૭ એકમોની તપાસ કરી કુલ ૧૨૬ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જ્યારે એકમ (મેટરનીટી હોમ)ને સીલ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ફ્રાયર ડીપાર્ટમેન્ટની : ટીમો દ્વારા પણ કુલ ૬૩ એકમોની તપાસ કરવામાં આવી હતી. કુલ ૨૩ એકમોને બી-૧૦ નોટીસ આપવામાં હતી.

ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા માંડવી-પાણીગેટ વિસ્તારમાં આવેલ અલ્માસ મર્કિટ કોમ્પલેક્ષની કુલ 99 દુકાનોને વાપર ઉપયોગ બંધ કરવામાં આવેલ છે.

શહેરમાં ફાયર વિભાગે મિલકતને નોટિસ અને સીલ મારવાની કામગીરી કરી હતી.

 વિવેક બિલ્ડીંગ ( દાંડિયા બજાર ) નોટિસ 

 સીટી પ્લાઝા ( દાંડિયા બજાર ) નોટિસ 

 શીતલ એપારમેન્ટ ( અલકાપુરી ) નોટિસ 

 અપ્સરા કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી ( દાંડિયા બજાર ) નોટિસ 

 અપ્સરા સ્કાય લાઈન ( પ્રતાપ નગર ) નોટિસ 

 શાલીમાર ચેમ્બર ( જુબેલીબાગ ) નોટિસ

 FP 108 TPS 01 ( ભાયલી ) નોટિસ 

 FP 13 TPS 02 ( ખાનપુર ) નોટિસ 

 FP 23 TPS 05 ( ખાનપુર ) નોટિસ 

 FP 49 TPS 02 ( ખાનપુર ) નોટિસ

 વેલાની હાઈટ્સ ( સન ફાર્મા રોડ ) નોટીસ 

 શરણાઈ એપાર્ટમેન્ટ ( સનફર્મ રોડ ) નોટિસ 

 વીર એવન્યુ ( માંજલપુર ) ગામ નોટિસ 

 શિલાલેખ એપારમેન્ટ ( મુજ મહુડા ) નોટિસ

 ડી માર્ટ ( અકોટા ) નોટિસ 

સાઉથવેસ્ટ સેન્ટર ( સન ફાર્મા રોડ અટલાદરા ) અને એની અંદર ( ઓસીયા મોલને પણ નોટિસ ) આપી છે

નવરચના યુનિવર્સિટી ( ભાયલી ) નોટિસ

 જીવન જ્યોત હોસ્પિટલ ( પાદરા ) નોટિસ 

ઊર્મિ હોસ્પિટલ ( પાદરા ) નોટિસ 

નવકાર હોસ્પિટલ ( પાદરા ) નોટિસ 

 સિટી સેન્ટર *કોમર્શિયલ બિલ્ડીંગ* ( પાદરા ) નોટિસ 

અક્ષર પ્લાઝા *કોમર્શિયલ બિલ્ડીંગ*  ( પાદરા ) નોટિસ

Reporter: News Plus

Related Post