વિશ્વ પર્યાવરણ દિવસ.....કોઈ ચોક્કસ દિવસને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ વગર તો કોઈપણ સજીવ જીવંત ન રહી શકે.પર્યાવરણ વગર જીવન શક્ય નથી.એના માટેનો એક દિવસ નહીંપરંતુ દરરોજ વૃક્ષોનું જતન જરૂરી છે. વૃક્ષ ક્યારેય એવું કહે છે કે,હું આજે છાંયડો નહીં આપું? પ્રકૃતિ એ નિરંતર છે. મનુષ્યને પોતાની ભૌતિક સુવિધાની ચરમસીમાએ પહોંચ્યા પછી એવું લાગ્યું કે,પર્યાવરણની જાળવણી જરૂરી છે. અત્યારે કરેલી પર્યાવરણની જાળવણી આવનારી પેઢીને ફાયદો કરી આપશે.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શાળા પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર)માં બરોડા હેલ્પિંગ હેન્ડ નામની સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યકમ હાથ ધરવામાં આવ્યો.આ સંસ્થાના પ્રમુખ શ્રી પૂજાબેન સૂર્વે અને તેમની ટીમ દ્વારા શાળામાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુંછે.શાળાના શિક્ષકમિત્રો દ્વારા પણ વૃક્ષો રોપવામાં આવ્યાછે . પર્યાવરણ દિન નિમિત્તે કાર્ય થયું.આજે જ નહીં પરંતુ દરરોજ પ્રકૃતિમય બનીએ એવો સંકલ્પ લઈએ.
Reporter: News Plus