વડોદરા મહાનગરપાલિકા હસ્તક સરદાર માર્કેટ ખાતે આવેલ બિલ્ડીંગ ઘણી જૂની અને જર્જરીત હાલતમા છે. હાઉસીંગ- બિલ્ડીંગ શાખા દ્વારા જરૂરી સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી ટેસ્ટ કરાવવા અન્વયે NDT ટેસ્ટ કરાવતાં સરદાર માર્કેટ બિલ્ડીંગનું સ્ટ્રક્ચર-તાંત્રિક રીતે સક્ષમ નથી તેવો રિપોર્ટ આવ્યો હતો. જેથી આ બિલ્ડીંગ તોડી પાડવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
સરદાર માર્કેટ બિલ્ડીંગ તોડવાના આયોજન અંતર્ગત, સરદાર માર્કેટ બિલ્ડિંગમાં વેપાર- કરતાં તમામ વેપારીઓને નોટીસ પાઠવી 5 દિવસમા કબજો ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. જો કે દુકાનદારો દ્વારા આ દુકાનો હાલ સુધીમાં ખાલી કરવામાં આવી નથી. ત્યારે પાલિકા દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવી હતી. અને તેઓને આ દુકાનો ખાલી કરવા માટેની જાણ કરવામાં આવી હતી. જો તેમ નહિ કરાય તો પાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે.
Reporter: News Plus