News Portal...

Breaking News :

બપોરે વાહનચોરી અને રાતે ઘરફોડ ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા મુંબઈથી વડોદરા આવી રેકી કરી ચોરીના ગુનાને અંજામ આપતા હતા ક્રાઇમ બ્રાન્ચે ચાર ગુનાઓ ડિટેકટ કર્યા

2024-06-06 19:55:32
બપોરે વાહનચોરી અને રાતે ઘરફોડ ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા મુંબઈથી વડોદરા આવી રેકી કરી ચોરીના ગુનાને અંજામ આપતા હતા ક્રાઇમ બ્રાન્ચે ચાર ગુનાઓ ડિટેકટ કર્યા




મુંબઇથી વડોદરા શહેરમાં આવી સોસાયટીના બંધ મકાનોની રેકી કરી બપોરના સમયે વાહન ચોરી કરી ત્યારબાદ ઘરફોડ ચોરીના ગુનાઓ કરનાર બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે.અને ઘરફોડ-વાહન ચોરીના ચાર ગુનાઓ ડીટેકટ કર્યા છે.




શહેરમાં ઘરફોડ ચોરી તેમજ વાહનચોરીના ગુનાઓમાં વધારો થયો હતો. ત્યારે આ ચોરીઓને અંજામ આપનાર ઈસમોને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કમર કસવામાં આવી હતી. દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન આર.વી.દેસાઇ રોડ જવાહર સોસાયટીમાં થઇ નિકળી રહ્યા હતા ત્યારે સામેથી એક એકટીવા પર બે ઇસમો આવતા અને પોલીસને જોઇ બન્ને ઇસમ એકટીવાને પલટાવી નાશવાની કોશીશ કરતા જણાયા હતા જેથી જેથી બન્ને પર શંકા જતાં બન્નેને દોડીને એકટીવા સાથે પકડી પાડી બન્નેના નામઠામ પૂછવામાં આવ્યા હતા. જેમાં એકનું નામ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ ઉ.વ. 29 રહે. નવી મુંબઇ તથા શેરા શૌરૂ ચૌહાણ રહે. પાલઘર મહારાષ્ટ્ર હોવાનુ જણાવ્યું હતું. બન્ને ઇસમોની અંગઝડતી કરતા તેઓ પાસેથી બે મોબાઇલ ફોન રોકડ મળી આવી હતી. તેમજ આ બન્ને ઇસમોની પાસેની એકટીવાના પેપર્સ ન હોય જેથી જેથી આ બન્ને ઇસમો પાસેથી મળેલ તમામ શંકાસ્પદ મુદામાલ કબજે કરી બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી. 



આ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરવામાં આવતા આ બન્ને તેઓ પાસેની હોન્ડા એકટીવા વડોદરામાંથી ચોરી કરેલાની અને મુંબઇથી વડોદરા આવી આજરોજ બંધ મકાનમાં બપોરના સમયે ઘરફોડ ચોરીના કરવાના ઇરાદે બંધ મકાનની રેકી કરવા માટે સોસાયટી વિસ્તારમાં ફરતા હોવાનું જણાવતા આ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરી તપાસ કરવામાં આવતા આ બન્ને ઇસમો તથા અન્ય સાગરીત સાથે એક અઠવાડીયા પહેલા મુંબઇથી વડોદરા આવી જે.પી.રોડ વિસ્ત્યારમાં બપોરના સમયે એક બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો તેમજ તેની નજીકના વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરીનો ગુનો આચરેલાની અને પકડાયેલ નૌશાદ ઉર્ફે સાગર અન્ય બે સાગરીત સાથે મુંબઇથી વડોદરા આવી વાડી પો.સ્ટે.હદ વિસ્તારમા શ્રી સોસાયટીના બંધ મકાનમાં બપોરના સમયે ઘરફોડ ચોરીનો ગુનો અને ત્યાંથી નજીકમાં એકટીવાની ચોરી કરેલાનુ તેમજ આજરોજ પણ વડોદરા શહેરમાં દીવસમાં ઘરફોડ ચોરીના ગુના કરવા માટે અગાઉ ચોરી કરેલ કરવામાં આવી હોવાનું કબુલ્યું હતું. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post