મદ્રાસ ભવનના રસોડામાં ગંદકી દેખાતા આરોગ્ય વિભાગની તવાઈ
શહેરના નિઝામપુરા વિસ્તારની મદ્રાસ ભવનમાં રેસ્ટોરન્ટમાં અગાઉ ગંદકીના કારણે નોટિસ અપાઈ હતી. ત્યારે શહેરના મહાનગર પાલિકા ની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અચાનક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા રેસ્ટોરન્ટમાં અતિશય ગંદકી તેમજ ખાદ્ય સામગ્રીનો ખુલ્લામાં જ ઉપયોગ કરતા નજરે પડ્યું હતું જેને લઇને આરોગ્ય અધિકારી દ્વારા તમામ ખાદ્ય પદાર્થના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે રેસ્ટોરન્ટના કિચનમાં ગંદકી તેમજ ખાદ્ય પદાર્થો ખુલ્લામાં જોઈને આરોગ્ય અધિકારી રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફની સામે જ ઉધડો લીધો હતો.
નિઝામપુરા વિસ્તારમાં આવેલ મદ્રાસ ભવન રેસ્ટોરન્ટમાં અસર ગંદકી તેમજ કિચન વિસ્તારમાં ખુલ્લામાં ખાદ્ય પદાર્થો જોવા મળતા આરોગ્ય અધિકારી દ્વારા નોટિસ આપી આજ રોજ રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા.
અગાઉથી બનાવીને રાખેલી ગ્રેવી સહિતની વસ્તુઓને દેખાતા નોટિસ પાઠવી મદ્રાસ ભવન રેસ્ટોરન્ટમાં ગંદકી જોતા જ ફુડ સેફટી અધિકારીની લાલ આંખ થઈ હતી. આરોગ્ય અધિકારી દ્વારા રેસ્ટોરન્ટ મેનેજરનો લેવામાં ઊધડો રેસ્ટોરન્ટ કર્મચારીઓની સામે જ લીધો હતો. આરોગ્ય અધિકારી રોષ ભરાયા રેસ્ટોરન્ટ માં બનાવેલ ચટણી સાંભર સહિત સામગ્રીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ રેસ્ટોરન્ટ માલિક પર શિડ્યુલ ફોર આધારિત કાર્યવાહીકરવામાં આવી હતી.
Reporter: News Plus