News Portal...

Breaking News :

વાહન ચોરીના ગુનાઓમા સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ રાજકોટ જેલમા મોકલી દેવાયો

2024-06-05 20:37:35
વાહન ચોરીના ગુનાઓમા સંડોવાયેલા  આરોપીને પાસા હેઠળ રાજકોટ જેલમા મોકલી દેવાયો



 વડોદરા :  શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઇ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી (તડીપાર) હેઠળ અટકાયતી પગલા લેવાની પોલીસ કમિશ્નર નર્સિંમ્હા કોમરની સુચના આધારે 

 ગઇ તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ આરોપીઓએ વગર પાસ પરમીટે માનવ સ્વાસ્થને હાનીકારક જુદીજુદી બ્રાન્ડની ભારતીય બ્રાન્ડનો તથા ફોરેન બનાવટનો વિદેશી દારૂ, વોડકા તથા રમની કુલ બોટલ નંગ-૪૬૭, તથા બીયરના ટીન-૧૫૨ મળી કુલ્લે કિ.રૂ.૨,૪૦,૦૦૦ તથા બન્નેની અંગ ઝડતીના રોકડ રૂ.૧૩,૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨, કિં.રૂા.૧૦,૫૦૦ તથા સુઝુકી સુપર કેરી ફોર વીલ ટેમ્પો કિ.રૂ૫૦,૦૦૦ તથા એકટીવા કિ.૩૦,૦૦૦તથા પ્લાસ્ટીકના ભૂરા રંગના બેરેલ નંગ-૪, 1.200 તથા કુલ ૫,૪૪,૪૦૦/- ની મત્તા સાથે રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી પકડાઇ જઇ જે રેઇડ માં મકાનમાં નહી પકડાયેલ મુખ્ય સુત્રધાર રાહુલ રાજુભાઇ જોષી રહે, વાડી છેલ્લી પોળ વાળાએ ભાડેથી રાખી તેમજ પ્રોહીબિશન મુદ્દામાલ મંગાવી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની ફેરા ફેરી કરી જે હેરાફેરી કરવા માટે રાહુલ વિનોદભાઇ ઓડ રહે. ફતેપુરા વડોદરા તથા થા નામના ઇસમ મો.૯૬૮૭૧૮૩૪૦૨ નાઓએ મદદગારી કરી તમામે ગુનાહીત કાવતરૂ રચી ગેરકાયદેસર ભારતીય તથા ફોરેન બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી ગુનો કરેલ હોય જે બાબતે માંજલપુર પોસ્ટેમાં ગુનો રજીસ્ટર કરેલ છે.




તા.૨૨/૦૧/૨૦૨૩ ના રોજઆરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ વગર પાસ પરમીટે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તેવા ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂનો જથ્થો પોતાની બેઝા કારમાં રાખી પોલીસ ની રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની ઇંગલીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨૦ કુલ ૩૬૦,૦૦૦તથા મોબાઇલ નંગ-02 કિંમત રૂ.૨૫૦૦ તથા બ્રેઝા કાર કી.રૂ.૫,૦૦,૦૦૦ મળી કૂલ કિ.રૂ.૫,૬૨,૫૦૦નો મુદ્દા માલ સાથે મળી આવી તેમજ  ઇંગલીશ દારૂનો જથ્થો આપનાર મળી આવેલ ન હોય નાસી જઈ ગુનો કરેલ હોય જે બાબતે સીટી પોલીસ સ્ટેશનમાં  ગુનો રજીસ્ટર કરેલ હતો.


ગઇ તા.૨૭/૦૪/૨૦૨૪ ના રોજ આ કામના આરોપીએ વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૧૫ કુલ કી.રૂા ૧૫૬૩૦/- ની મત્તાનો રીતે પોતાના કબજામાં રાખી પકડાઇ જઇ ગુનો કરેલ હતો. 

આ ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપી જામીન ઉપર મુકત થતા  આરોપી પ્રતિબંધિત IMFL નો સંગ્રહ, ફેરા કેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ વારંવાર કરવાની ટેવવાળા છે અને આરોપીએ તેના સાગરીત સાથે મળી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા સારૂ વગર પાસ પરમીટે પ્રતિબંધિત IMFL નો જથ્થો મોટા પ્રમાણમાં રાજ્ય બહારથી જુદા-જુદા વાહનો મારફતે તેમજ ટ્રેન મારફતે લાવી/મંગાવી સંગ્રહ કરી ફેરા ફેરી કરી તમામ સાગરીતોને છુટક તથા જથ્થાબંધ માત્રામાં સપ્લાય કરે છે તેમજ પ્રતિબંધિત  જથ્થા સાથે આરોપી તેના સાગરીત પોલીસની રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી પકડાયેલ છે અને રેઇડ દરમ્યાન મળી આવેલ પ્રતિબંધિત IMFL નો જથ્થો ગેરકાયદેસર હોય તેની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોય તે દારૂ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય જેના સેવનથી નાગરીકોના જાનનું જોખમ રહેલું છે અને ભવિષ્યમાં મોટી જાનહાની થઇ શકે તેમ છે તેમજ નાગરીકોમાં આર્થિક પાયમાલી સર્જી સેવન કરતા તમામ નાગરીકોની શારીરીક તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચાડી જીવલેણ સાબીત થવા પામે છે અને આર્થિક, શારીરીક પાયમાલી સજાય છે જેના કારણે જાહેર વ્યવસ્થા પણ ખોરવાય છે. જેના કારણે આરોપીની અસામાજીક પ્રવૃત્તી અંકુશમાં આવે તે સારૂ વડોદરા શહેરના પોલીસ કમિલર  નરસિમ્હા કોમાર તરફથી  પાસા વોરંટ ઇસ્યુ કરવા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનું પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ 

અટકાયતમાં લઇ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારૂમોકલી આપેલ છે.

Reporter: News Plus

Related Post