દશરથ બ્રિજ નીચે આવેલા એક સર્વિસ સ્ટેશનમાં બાળમજૂરી કરી રહેલા બાળકને માલિકની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો.
A.H.T.U. ટીમ છાણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન A.H.T.U. ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે, દશરથ બ્રીજ પાસે આવેલ માં શક્તિ સર્વિસ સ્ટેશન વાળો નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનુ આર્થીક તેમજ માનશીક શોષણ કરે છે ” જેના આધારે આ જગ્યાએ રેઇડ કરી ચેક કરતા એક સગીર છોકરો ઉ.વ.15નો મળી આવ્યો હતો.
જે તરુણ શ્રમયોગીને પુછપરછ કરતા જણાવ્યું હતું કે સર્વિસ સ્ટેશનમાં છેલ્લા એક મહીનાથી થી કામ કરે છે મને રોજના રોકડા રુ.300/- પગાર આપે છે. જેથી આ સર્વિસ સ્ટેશન માલીકે સગીર બાળકનું માનસીક તથા આર્થીક શોષણ કરેલ હોય સર્વિસ સ્ટેશન માલીક સુનીલ ગોપાલભાઇ પ્રજાપતિ રહે- 24, યોગીરાજ ઉપવન આઇ.સી.ડી. રોડ દશરથ વડોદરા વિરુધ્ધામાં છાણી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ- 2015ની કલમ-79 મુજબ ની ફરીયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા ઉપરોક્ત બાળકને બાળમજુરી માંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો
...
Reporter: News Plus