બુલેટ ટ્રેન ની કામગીરી દરમિયાન પંડ્યા બ્રિજ નીચેથી સેન્ટીંગની પ્લેટો ચોરી કરનાર બે રીટા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના બાતમી મળી હતી જેના આધારે અકોટા દિનેશમીલ રોડ સાઈ બાબા મંદિર સામેથી યામાહા ફેસીનો મોપેડ પર શંકાસ્પદ લોખંડની પ્લેટો વેચાણ કરવાના ઇરાદે લઇ જતાં ઇસમ આકાશ મધુકર શકપાલ રહે. સાઇ શ્રધ્ધા રેસિડેંસી, માંજલપુર, વડોદરા તથા સલમાન વહિદખાન ચૌહાણ રહે. સંતોષનગર, તાંદલજા રોડ, વડોદરા શહેરને પકડી પાડવામાં આવ્યા હતા l. આ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ લોખંડની પ્લેટો બાબતે પુછતાં તેઓ કોઇ સચોટ માહીતી નહી આપતા આ બન્ને ઇસમો અગાઉ પણ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલ હોય જેથી બન્ને ઇસમોની સઘન પુછપરછ કરવામાં આવી હતી.
જેમાં આ બન્ને ઇસમોએ “ પંડ્યા બ્રિજ પાસે બુલેટ ટ્રેન અંગે નવુ નાળુ બનાવવાનુ કામ ચાલે છે ત્યાથી આ સેંટીંગની પ્લેટો ચોરી અને બીજી ચોરી કરેલ પ્લેટો સાંઇબાબા મંદિરની સામે રાખેલ હોવાનું જણાવ્યું હતું.જેથી આ બન્ને ઇસમો પાસે તેમજ તેઓએ ચોરી કરી રાખેલ પ્લેટો ભેગી કરતા જેમાં નાની-મોટી સેંટીંગની પ્લેટો કુલ નંગ-27 આશરે કીમંત રૂપીયા. 14700/- તેમજ યામાહા ફસીનો મોપેડ તમામની કુલ કિમંત રૂ.20700/- નો મુદામાલ તપાસ અર્થે કબજે કરી આ સેન્ટીંગની પ્લેટો ચોરી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આ બન્ને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આરોપીઓ સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે
Reporter: News Plus