News Portal...

Breaking News :

મુંબઈમાં ભારે વરસાદના કારણે એલર્ટ

2024-07-22 17:12:11
મુંબઈમાં ભારે વરસાદના કારણે એલર્ટ


એલર્ટ: છેલ્લા કેટલાક દિવસો થી વરસાદે જોર પકડ્યું છે, મુંબઈમાં ભારે વરસાદના કારણે લોકોને કામ સિવાય બહાર ન જવા માટે એલર્ટ કાર્ય છે. મુંબઈ માં ગત રોજ થી વરસાદે તાંડવ સર્જ્યો છે. ભારે વરસાદની અસર લોકોની જીવનશૈલી પર પડી છે. 



હવામાન વિભાગ અનુસાર મુંબઈને હજુ એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે  આગામી ૫ થી ૭ દિવસમાં મુંબઈમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. માટે તંત્ર ને સજ્જ રહેવા કહ્યું છે. કોંકણ માં ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનો ફ્રી પ્રેસ જર્નલનો અહેવાલ. છેલ્લા ૨ દિવસથી ૪ ઇંચથી વધુ વરસાદના કારણે મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. બંગાળની ખાડી ઉપર ચક્રવાતી દબાવના કારણે ઓડિસાના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. 


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ તંત્રને હાઈ એલર્ટ ઉપર રહેવા આદેશ આપ્યો છે. દરિયાકિનારા પર રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને સાવધાન રહેવા જણાવ્યું છે. છેલ્લા ૨ દિવસથી મુંબઈ સિવાય કેટલાક સ્થળોએ વરસાદે જોર પકડ્યું હોવાને કારણે પાણી ભરાયા છે. આગામી દિવસોમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પાડવાની શક્યતા હાવમાં વિભાગ દ્રારા આપવામાં આવી છે .

Reporter: admin

Related Post