વડોદરા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ આરોગ્ય વિભાગના સહયોગથી ગામડાઓમાં સ્ટોપ ડાયેરિયા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ ડભોઈ તાલુકાના કુંઢેલા અને બહેરામપુરામાં તથા ડેસર તાલુકાના વછેસરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા તેમજ પાણીજન્ય રોગો વિશે નાગરિકોને માહિતી આપવામાં આવી હતી.આ ગામોમાં પીવાના પાણીની ચકાસણી કરી ક્લોરીનેશન કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લાના ગામડાઓમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આ અભિયાન હેઠળ વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે જણાવ્યું છે.
Reporter: admin