ઢાકા: બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને માઇક્રોફાઇનાન્સ અગ્રણી મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. મળતી માહિતી મુજબ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને વિદ્યાર્થી નેતાઓ અને ત્રણેય સૈન્ય સેવાઓના વડાઓ સાથે બેઠક કર્યા બાદ મુહમ્મદ યુનુસને પદ પર નિયુક્ત કર્યા છે. સ્થાનિક મીડિયાએ મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં અને રાષ્ટ્રપતિના અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો.બાંગ્લાદેશમાં હિંસા અને વિરોધ અને બળવો કોઈ નવી વાત નથી. આ ક્રમમાં, 17 વર્ષ પછી,બાંગ્લાદેશમાં આ વર્ષે જુલાઈ મહિનામાં ફરી એકવાર વિદ્યાર્થીઓએ અનામતને લઈને વિરોધ કરવાનું શરૂ કર્યું જેણે હિંસક સ્વરૂપ લીધું અને સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી દેશમાં મોટો રાજકીય ખળભળાટ મચી ગયો છે. પીએમ રહી ચૂકેલી શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે.
આવી સ્થિતિમાં હવે વચગાળાની સરકાર ચલાવવાની જવાબદારી એ જ મોહમ્મદ યુનુસને સોંપવામાં આવી છે જેમણે 17 વર્ષ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન પદને ફગાવી દીધું હતું.બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે સંસદ ભંગ કરી દીધી હતી. બંગા ભવનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવાર પછીથી સંપૂર્ણ વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિના પગલાએ નવી સામાન્ય ચૂંટણીઓ માટેનો માર્ગ મોકળો કર્યો છે.ત્યારે શેખ હસીના સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા મહેમૂદ બાંગ્લાદેશ છોડવાની યોજના બનાવી રહ્યા છે. તે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ પહોંચ્યા હતા પરંતુ ત્યાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. અન્ય ઘણા પૂર્વ મંત્રીઓ પણ દેશ છોડવાનું વિચારી રહ્યા છે.
Reporter: admin