News Portal...

Breaking News :

ઢાકામાં હિંદુ મંદિરો પર હુમલા મોટાપાયે લૂંટ સહિતની હિંસામાં લગભગ 100 લોકો માર્યા ગયા

2024-08-06 19:15:36
ઢાકામાં હિંદુ મંદિરો પર હુમલા મોટાપાયે લૂંટ સહિતની હિંસામાં લગભગ 100 લોકો માર્યા ગયા




ઢાકા : રાજધાની ઢાકા અને બહારના વિસ્તારોમાં હસીનાની અવામી લીગ સરકારના પ્રધાનો, પાર્ટીના સાંસદો અને નેતાઓના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. અનેક સરકારી ઓફિસોને આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાજધાનીમાં અને હિંદુ મંદિરો પર હુમલા અને મોટા પાયે લૂંટ સહિતની હિંસામાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા.



બળવા અને હિંસા બાદ બાંગ્લાદેશ ચર્ચામાં આવી ગયું છે. બાંગ્લાદેશમાં હિંસા અને આગજની વચ્ચે ઉપદ્રવીઓએ હવે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. હિન્દુઓના ઘર અને દુકાનોને આગ લગાડવામાં આવી રહી છે, બાંગ્લાદેશમાં બનેલા હિન્દુ મંદિરો પણ હવે આ હિંસાનો શિકાર બન્યા છે. બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરમાં પણ આગ લગાવવામાં આવી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હોય, અગાઉ 2021, 2022 અને હવે 2024માં બાંગ્લાદેશના ઈસ્કોન મંદિર પર ત્રણ હુમલા થઈ ચૂક્યા છે.



બાંગ્લા દેશમાં વર્ષોથી હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. બાંગ્લાદેશની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો 1951માં 22 ટકા હતો જે ઘટીને 2022માં 8 ટકાથી પણ ઓછો થઈ ગયો છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 1951માં 76 ટકાથી વધીને 91 ટકાથી વધુ થઈ ગઈ છે.

Reporter:

Related Post