વડોદરા: ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની વિદ્યાર્થીનીઓની કબડ્ડીની ટીમ અમરાવતી માં સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં ભાગ લેવા વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી રવાના થયા હતા.
કેપ્ટન માનસી પ્રિયદર્શીની આગેવાની હેઠળ, 12 સભ્યોની ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓનો જેમાં દિપ્તી ગોહિલ, શગુફ્તા સૈયદ, ઈશા વણકર, માનશી શાહ, હર્ષિતા ભારદ્વાજ,કાવ્યા દેસાઈ, ઝલક સોની, સોનુ પારીક,અમિષા પવાર, ધારા પટેલ અને ધનશ્રી પાટીલ દ્વારા કબડ્ડી ને ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યું છે. તેમની પ્રથમ નોકઆઉટ મેચ તેઓ રાજસ્થાન યુનિવર્સિટી, જયપુર ટીમ સામે ટકરાશે.ઉચ્ચ મનોબળ અને સખત તાલીમ સાથે, MSUની ટીમ કોઈપણ સ્પર્ધાનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં 50 થી વધુ ભાગ લેનારી યુનિવર્સિટીઓ છે, જેમાં એમ એસ યુનિવર્સિટી ટીમ રાત્રે 8:00 વાગે વડોદરા રેલ્વે સ્ટેશનથી રવાના થઈ હતી, આ ટીમ આગળ આગળ વધી વડોદરા સહિત ગુજરાતનું નામ રોશન કરશે.વધુમાં આ 12 વિદ્યાર્થીનીઓને ઉત્કર્ષ તાલીમ આપવામાં આવી છે, આ તમામ ખર્ચ M.S યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓને મેટ પર રમવાના સાધનો સહિત ટ્રેક સૂટ સાથે વડોદરા થી અમરાવતી જવા અને આવવાનું તમામ ખર્ચ M.S યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.
Reporter: admin