News Portal...

Breaking News :

સાંસદની બેઠકો ઓછી થઈ રહી છે, 16 બાળકો જ કેમ પેદા ન કરીએ

2024-10-21 15:31:20
સાંસદની બેઠકો ઓછી થઈ રહી છે, 16 બાળકો જ કેમ પેદા ન કરીએ


ચેન્નાઈ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વસ્તી વધારવા પર ભાર મુક્યો છે. સીએમ સ્ટાલિને લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે.


 ચેન્નાઈમાં સામૂહિક લગ્ન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ  કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવા પરિણીત યુગલો 16-16 બાળકો પેદા કરે.સ્ટાલિને સામૂહિક લગ્ન કાર્યક્રમમાં કહ્યું કે, 'અમારા વડીલો પહેલા નવા પરિણીત યુગલોને 16 પ્રકારની સંપત્તિ મેળવવાના આશીર્વાદ આપતા હતા. કદાચ હવે 16 પ્રકારની સંપત્તિને બદલે 16 બાળકો પેદા કરવાનો સમય આવી ગયો છે. જ્યારે વડીલો કહેતા કે,16 સંતાન મેળવો ત્યારે તેમનો અર્થ 16 બાળકો કરો નહિ પરંતુ 16 પ્રકારની સંપત્તિ મેળવવાનો થતો. 16 સંપત્તિનો ઉલ્લેખ લેખક વિશ્વનાથને તેમના પુસ્તકમાં કર્યો છે. 


16 સંપત્તિ એટલે ગાય, ઘર, પત્ની, સંતાન, શિક્ષણ, જિજ્ઞાસા, જ્ઞાન, શિસ્ત, જમીન, પાણી, ઉંમર, વાહન, સોનું, સંપત્તિ, પાક અને પ્રસંશા. પરંતુ હવે કોઈ 16 પ્રકારની સંપત્તિ મેળવવાના આશીર્વાદ નથી આપતા. માત્ર સંતાન અને સમૃદ્ધિ મેળવો એવા જ આશીર્વાદ આપવામાં આવે છે.' એમ કે સ્ટાલિને આ અંગે વધુમાં કહ્યું કે, 'વડીલો આપણને 16 પ્રકારની સંપત્તિ મેળવવા માટે આશીર્વાદ આપતા હતા. હવે કહેવાય છે કે ‘મર્યાદિત સંખ્યામાં બાળકો પેદા કરો અને સુખી જીવન જીવો’, પરંતુ આજે એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે આપણી સાંસદની બેઠકો ઓછી થઈ રહી છે, આવી સ્થિતિમાં એવી માનસિક સ્થિતિ ઊભી થઈ છે કે મર્યાદિત સંખ્યામાં બાળકો પેદા કરવા કરતા 16 બાળકો જ કેમ પેદા ન કરીએ! આપણે આ ભૂલવું ન જોઈએ.'

Reporter: admin

Related Post