લખનઉ: લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ ચર્ચાનું કેન્દ્ર રહી છે.આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેશવ પ્રસાદ મૌર્ય અને નડ્ડા વચ્ચે ઉત્તર પ્રદેશની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જો કે હાલ ભૂપેન્દ્ર ચૌધરી પણ દિલ્હીમાં જ છે અને ટૂંક સમયમાં તેઓ પણ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે.ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવવાની ચાલી રહેલ ચર્ચાઓને સમયે કેશવ મૌર્ય અને નડ્ડા વચ્ચે થયેલી થયેલી બેઠક ઘણી સૂચક મનાય રહી છે.
તાજેતરમાં જ મળેલી બેઠકોમાં યોગી આદિત્યનાથ અને કેશવ મૌર્ય વચ્ચેના મતભેદો સામે આવ્યા હતા. હાલ યોગી આદિત્યનાથ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને કડવી હારનો સામનો કરવો પડ્યો છે અને આદિત્યનાથ હાલ ભાજપને મળેલી હારની સમીક્ષા કરવા માટે ભાજપના નેતાઓ સાથે પણ બેઠકો કરી રહ્યા છે.
Reporter: admin