નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે પ્રજા હલવો ખાઈ શકે તેવું બજેટ હશે કે કેમ? નાણાંમંત્રી કઢાઈમાંથી હલવો પીરસ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
બજેટ સંબંધિત તમામ કામ પૂર્ણ થયા બાદ નાણામંત્રી દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ હલવા સેરેમનીનો અર્થ છે કે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. હવે તેનું પ્રિન્ટિંગ કામ શરૂ થઈ ગયું છે. આ સેરેમનીમાં બજેટ તૈયાર કરનાર મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ પછી આ હલવો નાણામંત્રી પોતે તમામ કર્મચારીઓ, પ્રિન્ટિંગ કામ સાથે જોડાયેલા કર્મચારીઓ અને નાણા અધિકારીઓને વહેંચે છે. તમને જણાવી દઈએ કે, બજેટ બનાવવા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ બહારના વ્યક્તિને મળી પણ શકતા નથી. એટલું જ નહીં નાણા મંત્રાલયમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ અપાતો નથી.
બજેટ શું હોય છે? આ પહેલા બજેટ કેટલા પ્રકારના હોય છે તેના વિશે જાણવું જરુરી છે. ભારતમાં બજેટ મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં હોય છે, જેમાં સંતુલિત બજેટ, સરપ્લસ બજેટ અને ડેફિસિટ બજેટનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બેલેન્સ્ડ બજેટમાં ઈન્કમ અને ખર્ચની માત્રાનું સામાન્ય હોવી જરૂરી છે. વળી, સરપ્લસ બજેટમાં સરકારની આવક ખર્ચ કરતાં વધુ હોય છે. ડેફિસિટ બજેટમાં સરકારના ખર્ચ તેની આવક કરતા વધુ હોય છે.
Reporter: admin