મુંબઈ : છેલ્લાં 10 જ દિવસની વાત કરીએ તો 10 દિવસમાં જ મુકેશ અંબાણીની નેટવર્થમાં ત્રણ અબજ ડોલર એટલે કે આશરે 25,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સોમવારના આંકડાની વાત કરીએ તો મુકેશ અંબાણીને છેલ્લાં 24 કલાકમાં 109 મિલિયન ડોલર એટલે કે આશરે 9110 કરોડ રૂપિયાની આવક થઈ હતી. મુકેશ અંબાણી હવે દુનિયાના 11મા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે.
નેટવર્થમાં વૃદ્ધિની સાથે સાથે દુનિયાના ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણી 12મા સ્થાનથી આગળ વધીને 11મા સ્થાન પર પહોંચી ગયા છે અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે હજી પણ તેમનો દબદબો કાયમ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પાંચમી જુલાઈ સુધી મુકેશ અંબાણીની નેટવર્થ 118 અબજ ડોલર હતી અને હવે તે વધીને 121 અબજ ડોલર થઈ ગઈ છે.
અનંત-રાધિકાના લગ્ન મોંઘા લગ્ન છે આ લગ્નમાં મુકેશ અંબાણીએ છુટ્ટા હાથે પૈસા વેર્યા છે. તેમ છતાં આ બધાને કારણે ખાસ મુકેશ અંબાણીની સંપત્તિ પર ખાસ કંઈ અસર જોવા નથી મળી, પણ તેમની નેટવર્થમાં તગડો વધારો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો મુકેશ અંબાણીની નેટવર્થમાં દમદાર વધારો જોવા મળ્યો છે અને એને કારણે દુનિયાના ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણીનું સ્થાન પણ બદલાયું છે.
Reporter: admin