વેસ્ટર્ન રેલ્વેએ વડોદરા થી સુરત વચ્ચે વધુ બે ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. કોરોનાને કારણે જે તે વેળા ટ્રેનોની સુવિધા સ્થગિત કરી દેવામાં આવી હતી. બે ટ્રેનોની સુવિધાને કારણે વડોદરા સુરત વચ્ચે રોજિંદા ધોરણે અપડાઉન કરતા હજારો ઉપરાંત સરકારી બિનસરકારી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે.
ભરૂચ પાસેના અંકલેશ્વર અને દહેજ ખાતે મોટી સંખ્યામાં નાના મોટા ઉદ્યોગો આવેલા છે. એશિયાની સૌથી મોટી એવી આ જીઆઇડીસી માં હજારોથી લાખોની સંખ્યામાં કર્મચારીઓ રોજિંદા ધોરણે અપડાઉન કરી નોકરી કરે છે. ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓ પણ રોજિંદા ધોરણે આ લાઈન પર અપડાઉન કરે છે. પરંતુ કોરોનાને કારણે કેટલીક ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી તથા અન્ય કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અને સમય બદલી દેવામાં આવ્યા હતા. જેના કારણે રોજિંદા ધોરણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને જનરલ સહિતની વિવિધ શિફ્ટમાં નોકરી કરતા કર્મચારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. તેના પગલે નિયમિત અપ ડાઉન કરતા કર્મચારીઓએ સ્થગિત કરાયેલી ટ્રેનોની સુવિધા ફરી શરૂ કરવા તેમાં સ્ટોપેજ વધારવા અને સમયમાં ફેરફાર કરાવવા સાંસદને આવેદન પત્ર આપી લેખિત રજૂઆત કરી હતી. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની આ રજૂઆત અંગે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષી એ વેસ્ટર્ન રેલવેના સત્તાધિશોનું ધ્યાન દોર્યું હતું. જેના પગલે વેસ્ટર્ન રેલવેના સત્તાધીશોએ વડોદરા અને સુરત વચ્ચે વધુ બે ટ્રેનોની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બંને ટ્રેનો બાંદ્રા થી ભુજ અને બાંદ્રા થી વેરાવળ વચ્ચે દોડશે. ઉપરાંત આ બંને ટ્રેનો વડોદરા, અંકલેશ્વર, કરજણ, પાનોલી, ઝઘડિયા, વાલિયા, કોસંબા અને સુરત સહિતના તમામ સ્ટેશન ઉપર સ્ટોપેજ કરશે તેઓ નિર્ણય લેવાયો છે. બંને ટ્રેનોના સમયમાં પણ રોજિંદા અપડાઉન કરતા કર્મચારીઓને અનુકૂળ રહે તેવો ફેરફાર પણ કરાયો છે.
અપડાઉન કરતા કર્મચારીઓની શું રજૂઆત હતી ?
અપડાઉન કરતા કર્મચારીઓએ સાંસદને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વડોદરા સુરત વચ્ચે જનરલ તેમ સહિતની વિવિધ શિફ્ટના હજારો ઉપરાંત હજારોથી લાખો કર્મચારીઓ નિયમિત અપ ડાઉન કરે છે. વિદ્યાર્થીઓ પણ વિવિધ કોલેજમાં અભ્યાસ અર્થે આ ટ્રેનોની મદદથી જ જાય છે. પરંતુ કોરોનાને કારણે આ ટ્રેનની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે હજારો લાખો કર્મચારીઓને સહન કરવાની નોબત આવી પડી હતી. બીજી બાજુ વડોદરાથી ભરૂચ થઈ સુરતના માર્ગ પર હંમેશા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. જેથી બસ માર્ગે રોજિંદા ધોરણે અપડાઉન કરવું પણ કપરું અને મુશ્કેલભર્યું હતું. ટ્રાફિકની કર્મચારીઓ સમયસર ઓફિસ પહોંચી શકતા ન હતા. આ ગામનો સર અગાઉ દોડતી હતી તે ટ્રેનોના સમયમાં ફેરફાર કરી પૂર્વવત સમય અનુસાર દોડાવવા તેમણે માગ કરી હતી.
Reporter: admin