ગાંધીનગર:રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30 લાખ રૂપિયા ફીમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 9 લાખની ફી સામે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. ત્યારે રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનમાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે.આ ઘટાડા બાદ ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹.3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹.12 લાખ ફી રહેશે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹.12 લાખ ફી રહેશે.
Reporter: admin