તેહરાન : ઈસ્લામિક દેશ ઈરાન તેના કડક કાયદા માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં છે. આ વર્ષે સામાન્ય ગુનાઓમાં 400 કડક સજા આપવામાં આવી છે.
ઈરાનમાં આ વર્ષે 400થી વધુ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે.ઈરાનમાં ડ્રગ્સના સેવન માટે મૃત્યુદંડ નક્કી કરવામાં આવ્યો છે. આ ઓગસ્ટ મહિનામાં 81 લોકોને ફાંસી આપવામાં આવી છે. આયાતુલ્લા અલી ખામેનીના દેશમાં આ વર્ષે 15 મહિલાઓને ફાંસી આપવામાં આવી છે.સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિષ્ણાતોની એક સ્વતંત્ર ટીમે જણાવ્યું છે કે આ વર્ષે જુલાઈમાં 45થી વધુ લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.આ ગ્રુપમાં 15 મહિલાઓ પણ સામેલ છે.
નિષ્ણાંતોએ મૃત્યુદંડની સજામાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આપેલી વિગતો મુજબ ઓગસ્ટમાં મૃત્યુદંડની સજા પામેલા 41 લોકો ડ્રગ સંબંધિત ગુનાઓનો સામનો કરી રહ્યા હતા.નિષ્ણાતોનું કહેવું છે કે આવા ગુના માટે મૃત્યુદંડ સજા આપવી એ આંતરરાષ્ટ્રીય માપદંડોની વિરુદ્ધ છે.એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થાના જણાવ્યા અનુસાર ચીન સિવાય ઈરાનમાં દર વર્ષે સૌથી વધુ મોતની સજા આપવામાં આવે છે. ગયા વર્ષે ઈરાનમાં 17 વર્ષના સગીરને ફાંસી આપવામાં આવી હતી.
Reporter: admin