રાજકોટમાં હનીટ્રેપમાં ફસાતા યુવાને વીડિયો બનાવી કહ્યું- મેં બધાનું રડી લીધું, મારી પાછળ કોઈ રડતાં નહીં, પછી આપઘાત કર્યો
મમ્મી હું બાલાજીના પૂલે છું અને હું મરી જાઉ છું, મારા મરવાનું કારણ કિરૂડી અને રાહુલિયો બે જ છે, બીજા કોઈ નિર્દોષ હેરાન ન થાય, મારી પાછળ કોઈ રોતા નહીં, હું બહુ રોયો છું મા, મેં બધાયનું રોઈ લીધુ છે, મને માફ કરી દેજો બને તો.’ આવું બોલી મોબાઈલમાં વીડિયો બનાવ્યા બાદ રાજકોટમાં યુવાને નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો.
Reporter: News Plus