ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ લાલજી ભગતના આદેશ અનુસાર વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લામાં વેદનાપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલ હતો
જેનો મુખ્ય ઉદ્દેશ દેશને આઝાદ થયે 78 વર્ષ પુરા થયા છતાં અતિપછાત વાલ્મિકી સમાજને આઝાદી મળી નથી પુરા ગુજરાતમાં દિવસે ને દિવસે આભડછેટ અને જાતિવાદ કિસ્સાઓ વધુને વધુ થતા આવ્યા છે. વાલ્મિકી સમાજને દલિત તથા અન્ય સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી. નામદાર સુપ્રીમ કોર્ટ વાલ્મિકી સમાજને અનુસૂચિત જાતિ ને અનામતમાં વિભાજન કરવા આદેશ કરેલ છે તો ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરવાની કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાલન થાય અને ગુજરાતના દરેક સફાઈ કામદારને ન્યાય મળે તેવા હેતુ વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો જેવા કે,
1. સમાજ સાથે છુતાછોદ ભેદભાવ જાતિવાદ નબુત કરવામાં આવે.
2. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી ઈપીએફની કપાસ સાથે લઘુતમ વેતન આપવામાં આવે
3. રાજ્યના ગ્રામ્ય પંચાયતોમાં કામદારોને માસિક વ્યક્તિ દીઠ 4 રૂપિયાના ગ્રાન્ટની જગ્યાએ 15 રૂપિયા કરી આપવામાં આવે
4. રોસ્ટર પ્રથા નાબૂદ કરીશ સંપૂર્ણ વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે
5. 1976 શિક્ષણ ક્ષેત્રે 2% અનામતનો પરિપત્ર સમાજ નો આપેલ હતો જે 2012 માં રદ થયેલ તે નિયમ ફરી ચાલુ કરી વાલ્મિકી સમાજના ભણેલા યુવાઓને નોકરી આપવામાં આવે
6. કામદારો ને ગુજરાત રાજ્યમાં યોગ્ય ન્યાય આપવા. આયોગ ની રચના કરવામાં આવે
7. પ્રાઇમ મિનિસ્ટર એપલોમેન્ટ જનરેશન પ્રોગ્રામ ની લોન જેવી. નિગમમાં પણ સફાઈ કામદારને લોન મેળવવા બાબત
9. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં સમાજના ભણેલા યુવાઓ ની ભરતી કરવામાં આવે
10. ડોક્ટર આંબેડકર આવાસ યોજનામાં સમાજ ને મકાન બનાવવા માટે 1,20,000 ની જગ્યાએ 3,50,000 રકમ આપવી.
આવા અનેક પ્રશ્નો માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ લાલજી ભગત સાહેબ 1 જાન્યુઆરી 2025 ના રોજ માલપુર સાબરકાંઠાથી દિલ્લી સતત એક વર્ષ દંડવત યાત્રા પ્રણામ કરી આપણા યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્ર ભાઈ મોદીને વેદનાપત્ર આપશે. જેના અનુસંધાનમાં આજરોજ વડોદરા કલેકટર કચેરી ખાતે ગુજરાત વાલ્મિકી સંગઠન વડોદરા સંત સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરેલ હતી. જેમાં પ્રદેશ સંત સમિતિના પ્રમુખ એવા દયાલદાસ સમતા, આઈ સી વાઘેલા સાહેબ રણોલી, મગનદાસ, અશોકદાસ, ઇશ્ર્વરદાસ, અશોક દાસ,જે ડી , સનાદાસ, મહંત નરેન્દ્ર, અશોકદાસ અજોડ, તેમજ સંત સમિતિ ઉપસ્થિત રહી હતી.
Reporter: admin