News Portal...

Breaking News :

માલસર ગામે નર્મદા નદીના કિનારે શ્રીજીનું વિસર્જન કરાયું

2024-09-18 12:53:15
માલસર ગામે નર્મદા નદીના કિનારે શ્રીજીનું વિસર્જન કરાયું


વડોદરા : શિનોર તાલુકામાં અવાખલ, તેરસા સાધલી, માલસર ખાતે ગણપતિ બાપા ને દશ દિવસ સુધી  આતિથ્ય માણનાર બાપ્પાને દસ દિવસ પૂર્ણ થતાં ગણેશ ભક્તો દ્વારા માલસર ગામે નર્મદા નદીના કિનારે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


શિનોર તાલુકાના અવાખલ, તેરસા,સાધલી તેમજ માલસર ગામનાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દસ દિવસ સુધી ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન બન્યાં હતાં.ત્યારે દસ દસ દિવસ સુધી આતિથ્ય માનનાર ગણપતિ બાપા ને આજે દસ દિવસ પૂર્ણ થતાં આજે ગણેશ ભક્તો દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માલસર ગામે નર્મદા નદી ખાતે પહોંચી ગણપતિ બાપાની મૂર્તિનું વિધિવત રીતે મૂર્તિનું વિસર્જન કરી અને ભાવભરી વિદાય આપી હતી.જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો માલસર નર્મદા નદી ખાતે ઉમટી પડ્યા હતાં.તેમજ શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગણપતિ બાપાની વિદાય આપી હતી.

Reporter: admin

Related Post