મુશ્કેલીઓ અને મથામણો મક્કમતાથી પાર કરી શરૂ કર્યો નેપાળ થી તિબેટ - ચીનનો પ્રવાસ..મક્કમ મનના મુસાફરને હિમાલય નડતો નથી.

વડોદરાની એવરેસ્ટ વિજેતા દીકરી નિશાકુમારી આ કહેવત સાર્થક કરી રહી છે.નિશા એ change before climate change એટલે કે પર્યાવરણ પ્રતિકૂળ બને તે પહેલા આદતો બદલો અને પ્રકૃતિની આમન્યા પાળો નો સંદેશ આપવા વડોદરા - ભારત થી લંડનની સાયકલ યાત્રા શરૂ કરી છે.આ એક અત્યંત કઠીન સાહસ છે.યાત્રા માર્ગ ખૂબ જાણીતા સિલ્ક રૂટ પરથી આગળ વધવાનો છે.તેના રસ્તામાં ૧૫ થી વધુ દેશો આવશે અને અત્યંત ગરમ વાતાવરણ,શૂન્યથી નીચે ઠંડી,ચઢાણ,ઉબડ ખાબડ રસ્તા , રણ અને રેતાળ પ્રદેશો તથા ભાષા ના અવરોધો જેવા મોટા પડકારો આવવાના છે.છતાં તે સતત આગળ વધી રહી છે.જૂનમાં તેણે પ્રવાસ શરૂ કર્યો અને સરહદ વટાવી નેપાળ પહોંચી છે.હવે બે દિવસ પછી તે તિબેટ - ચીનમાં પ્રવેશ કરશે. ભારતની સરહદ પસાર કર્યા પછી નેપાળમાં સાયકલ યાત્રા સામે એક મોટો અને મુંઝવતો પડકાર આવ્યો.આ પડકાર હતો તિબેટ અને ચીનમાં થી પસાર થવા માટે જરૂરી રોડ પરમીટ મેળવવાનો.ચીન આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખે છે.એટલે લગભગ એક મહિનો આ પ્રક્રિયામાં વિતી ગયો.છેવટે આ પરમીટ મળી જતા સોમવારે તેની યાત્રા ફરીથી ચાલુ થઈ છે.હવે લગભગ ગુરુવારે એ તિબેટના પ્રવેશ દ્વાર ગણાતા સપ્રૂ બાસી પહોંચશે.નેપાળ પછી પ્રવાસનો આ બીજો દેશ બનશે.જો કે આ અણધાર્યા રોકાણને લીધે ટીમ ને પ્રવાસનું આખું સમયપત્રક બદલવુ પડ્યું છે અને વિવિધ દેશોના ઈ વિઝા નું નવીનીકરણ કરાવવું પડ્યું છે.આ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સંસ્થાએ તેને વૃક્ષારોપણ સાથે વડોદરાથી કાઠમાંડુ સુધીની સહુ થી લાંબી સાયકલ યાત્રાનો વિક્રમ રચવાનું પ્રમાણપત્ર આપ્યું છે.સપ્રુ બાસી ચોકી ખાતે નિશા કુમારી,તેના માર્ગદર્શક નિલેશ બારોટ અને સહાયક ટીમ,સાયકલો,તેમની સાથેના તમામ વાહનો અને માલ સામાનનું તળિયાઝાટક થર્મલ સ્કેનિંગ થશે.લગભગ આઠેક કલાક આ પ્રક્રિયા ચાલશે.તે પછી પ્રવેશની અનુમતિ મળતા યાત્રા આગળ વધશે.હવે તેની યાત્રાના સહુથી વધુ પડકારજનક તબક્કાનો પ્રારંભ થાય છે.
નિશાએ અત્યાર સુધી લગભગ ૩ હજાર કિલોમીટર થી વધુ સાયકલ પ્રવાસ કર્યો છે.હવે બે દિવસ પછી એટલે કે ગુરૂવારે તે તિબેટ - ચીનના પ્રવેશ દ્વારા સપ્રુ બેસી થી તેના પ્રવાસના બીજા દેશમાં પ્રવેશ કરશે. તેના પ્રવાસનો મુખ્ય આશય પૃથ્વીની સુરક્ષા માટે પર્યાવરણની સુરક્ષાનો સંદેશ આપવાનો છે.એટલે તે તમામ રોકાણ સ્થળોએ ,સ્થાનિક મંડળો અને લોકોના સહયોગ થી વૃક્ષારોપણ કરે છે.અત્યાર સુધી ૧ હજાર જેટલા રોપા વિવિધ સ્થળોએ રોપ્યા છે.તમામ જગ્યાઓએ લોકોનો તેને અને તેના સાહસને ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે.ભારતની સરહદ પસાર કર્યા પછી નેપાળમાં સાયકલ યાત્રા સામે એક મોટો અને મુંઝવતો પડકાર આવ્યો.આ પડકાર હતો તિબેટ અને ચીનમાં થી પસાર થવા માટે જરૂરી રોડ પરમીટ મેળવવાનો.ચીન આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખે છે.એટલે લગભગ એક મહિનો આ પ્રક્રિયામાં વિતી ગયો.છેવટે આ પરમીટ મળી જતા સોમવારે તેની યાત્રા ફરીથી ચાલુ થઈ છે.હવે લગભગ ગુરુવારે એ તિબેટના પ્રવેશ દ્વાર ગણાતા સપ્રૂ બાસી પહોંચશે.નેપાળ પછી પ્રવાસનો આ બીજો દેશ બનશે.આ ચોકી ખાતે નિશા કુમારી,તેના માર્ગદર્શક નિલેશ બારોટ અને સહાયક ટીમ,સાયકલો,તેમની સાથેના તમામ વાહનો અને માલ સામાન નું તળિયાઝાટક થર્મલ સ્કેનિંગ થશે.લગભગ આઠેક કલાક આ પ્રક્રિયા ચાલશે.તે પછી પ્રવેશની અનુમતિ મળતા યાત્રા આગળ વધશે.હવે તેની યાત્રાના સહુથી વધુ પડકારજનક તબક્કાનો પ્રારંભ થાય છે.નિશાએ અત્યાર સુધી લગભગ ૩ હજાર કિલોમીટર થી વધુ સાયકલ પ્રવાસ કર્યો છે.તિબેટના પ્રવાસ દરમિયાન ચીન બાજુથી એવરેસ્ટ ચઢાણનો બેઝ કેમ્પ આવશે.તેની મુલાકાત લેવાનું આયોજન છે.પ્રવાસ માર્ગમાં અડચણો ઘણી છે પણ માર્ગદર્શક નિલેશ બારોટ અને સહયોગી ટીમનું તેને અડગ પીઠબળ મળ્યું છે.આ પ્રવાસ ખૂબ ખર્ચાળ છે અને નાણાકીય મુશ્કેલીઓ ડગલે ને પગલે અનુભવાઈ રહી છે. શુભેચ્છકો ના સહયોગ થી તેનો ઉકેલ મળવાની શ્રધ્ધા છે.મક્કમ મનોબળ અને ઝનૂની સંકલ્પના બળે આ દીકરી લંડન સુધીનો સાયકલ પ્રવાસ પૂરો કરનાર પ્રથમ પ્રવાસી બનવાનો અડગ અને અજબ આત્મ વિશ્વાસ ધરાવે છે.
Reporter: admin







