News Portal...

Breaking News :

કર્ણાટકમાં ગણેશજીની ધરપકડ અંગે ફેક ન્યૂઝ સામે પોલીસ કાર્યવાહી થશે

2024-09-18 10:35:20
કર્ણાટકમાં ગણેશજીની ધરપકડ અંગે ફેક ન્યૂઝ સામે પોલીસ કાર્યવાહી થશે


બેંગલુરુ : નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલી હિંસા સામે બેંગલુરુના ટાઉન હોલમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. 


આ દરમિયાન લોકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું હતું અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ વિરોધ પરવાનગી વિના કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે પોલીસે દેખાવકારોની અટકાયત શરૂ કરી હતી. વિરોધીઓ ભગવાન ગણેશની મૂર્તિ પણ સાથે લાવ્યા હતા.સમાચારમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે ગણેશજીની મૂર્તિ જમીન પર પડી હતી, આ પછી એક પોલીસ અધિકારીએ તરત જ મૂર્તિને ઉપાડી લીધી અને તેને સુરક્ષિત સ્થાન પર રાખી, બાદમાં વિધિ પ્રમાણે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.તે સ્પષ્ટ છે કે ગણેશ મૂર્તિ અંગે કરવામાં આવેલો દાવો ભ્રામક અને ખોટો છે. 


બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, વિરોધીઓ ભગવાન ગણેશની મૂર્તિ પણ લઈને આવ્યા હતા, જે બાદમાં પોલીસ દ્વારા લઈ જવામાં આવી હતી અને કાયદા અનુસાર વિસર્જન કરવામાં આવ્યું હતું.તાજેતરમાં કર્ણાટકના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. તેના વિરોધમાં બેંગલુરુના ટાઉન હોલ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન પોલીસે દેખાવકારોને કસ્ટડીમાં લીધા હતા, જ્યારે ગણેશજીની મૂર્તિને સાવચેતીના પગલા તરીકે પોલીસ વાનમાં રાખવામાં આવી હતી.DCP સેન્ટ્રલ ડિવિઝન બેંગલુરુએ આ ઘટના અંગે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, વહીવટીતંત્રે બાદમાં ભગવાન ગણેશની મૂર્તિનું સંપૂર્ણ વિધિ સાથે વિસર્જન કર્યું હતું.કર્ણાટકમાં ગણેશજીની ધરપકડના સમાચાર સંપૂર્ણપણે ફેક છે. હકીકતમાં કેટલાક લોકો વિરોધ કરવા આવ્યા હતા અને ભગવાન ગણેશની મૂર્તિ પોતાની સાથે લાવ્યા હતા.

Reporter: admin

Related Post