News Portal...

Breaking News :

અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરતા મોદી

2024-09-23 11:39:08
અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરતા મોદી


ન્યુ યોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ યુએસની મુલાકાતે છે, જ્યાં તેમણે ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો અને કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. 


આ ઉપરાંત તેઓ અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ભારતમાં ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપવા માટેની અભિયાનની ચર્ચા કરી હતી.વડા પ્રધાન મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના બીજા તબક્કા દરમિયાન રવિવારે લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં આ બેઠક થઈ હતી. 


અહેવાલ મુજબ, તેમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી અદ્યતન ટેકનોલોજી પર કામ કરતી 15 અગ્રણી અમેરિકન કંપનીઓના સીઈઓએ હાજરી આપી હતી.વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું – ન્યૂયોર્કમાં ટેક્નોલોજી કંપનીઓ સીઈઓ સાથે ફળદાયી રાઉન્ડ ટેબલ મીટિંગ થઈ, જેમાં ટેક, ઈનોવેશન અને અન્ય બાબતો સાથે સંબંધિત પાસાઓ પર ચર્ચા થઈ. આ ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ભારત પ્રત્યે અપાર આશાવાદ જોઈને હું ખુશ છું.

Reporter: admin

Related Post