News Portal...

Breaking News :

આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી

2024-09-23 11:29:56
આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી


વડોદરા: મહાનગરપાલિકા દ્વારા આજે 23મી સપ્ટેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી  


દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરએ કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ. ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. 


ત્યારે આજના દિવસે તેમને કરેલા કાર્યોને યાદ કરતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત મહેમાનોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા .

Reporter: admin

Related Post