ફુદીનાનુ રાયતું બનાવવા 2કપ ફુદીનાના પાન, દોઢ કપ દહીં, 4 ચમચી ચોપ કરેલ ધાણા, પા ચમચી સંચર, સ્વાદ અનુસાર મીઠુ, 1ચમચી જીરૂ પાવડર,1 ચમચી ખાંડ , 1ચોપ કરેલ ડુંગળી, જો તમને પસંદ ન હોય તો સ્કિપ કરી શકો છો.
એક મિક્ષર જારમા દહીં, ફુદીનાના પાન, ધાણા, ખાંડ અને મીઠુ લઇ તેનું બેટર બનાવો. હવે બીજા બાઉલમાં 2 ચમચી જેટલું દહીં લો એને બરોબર ફેટી લો. આ દહીમાં ફુદીનાનુ બેટર ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં જીરૂ પાવડર અને સંચર ઉમેરી મિક્ષ કરો. જો તમને ડુંગળી પસઁદ છે તો ચોપ કરેલ ડુંગળી ઉમેરી મિક્ષ કરો. ખુબ ઓછા સમયમા ફુદીનાનું રાયતું તૈયાર થઈ જશે.આ ખાવાથી જો પેટની સમસ્યા હશે તો રાહત મળશે.
Reporter: