રાજય સરકાર દ્વારા નિર્માણાધિન વિશ્વવિભૂતિ ડો. બાબા સાહેબના જીવનની અત્યંત મહત્વની એવી સંકલ્પભૂમી કમાટીબાગ અને સંકલ્પભુમી ભવનની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ મુલાકાત લઇ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
વડોદરા શહેરની મુલાકાતે આવેલા ભાનુબેન બાબરિયાએ સંકલ્પ ભૂમિ ને વધુ સુશોભિત કરવા માટે પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે આ સંકલ્પ ભૂમિ બાબાસાહેબ ના અનુયાયી અને સમર્થકો માટે પ્રેરણાદાયી બનાવવા ઉપરાંત નવી પેઢીને ડો. બાબા સાહેબે કરેલા કાર્યોનો ઇતિહાસ બોધ મળે એવું સ્થળ નિર્માણ થશે, એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડો.બાબા સાહેબ આંબેડકરનું જીવનમાં આ વડોદરા શહેર કમાટી બાગ સ્થિત સંકલ્પભૂમીનું ખુબજ આગવું મહત્વ છે.
આ એજ ભૂમિ છે જ્યાંથી તમને સમાજના ઉત્થાન જીવન સમર્પિત કરવા માટે સંકલ્પ લીધો હતો.અને એટલે જ એટલા વર્ષો બાદ પણ આ જગ્યાનો મહિમા સચવાઈ રહ્યો છે. વડોદરામાં રાજય સરકાર દ્વારા નિર્માણાધિન વિશ્વવિભૂતિ ડો. બાબા સાહેબના જીવનની અત્યંત મહત્વની એવી સંકલ્પભૂમી એક મહત્વનું ઐતિહાસિક સ્થળ બની રહેશે.આ પ્રસંગે કલેકટર બીજલ શાહ માર્ગ અને મકાન વિભાગના એજ્યુકેટીવ એન્જિનિયર સાહસ પટેલ તથા સામાજીક અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Reporter: admin