News Portal...

Breaking News :

જનની સુરક્ષા યોજના હેઠળ વરસાડા ગામના હીનાબેન પાટણવાડિયાને સગર્ભાવસ્થા દરમ્યાન આર્થિક સહાય

2024-10-10 20:55:06
જનની સુરક્ષા યોજના હેઠળ વરસાડા ગામના હીનાબેન પાટણવાડિયાને સગર્ભાવસ્થા દરમ્યાન આર્થિક સહાય


સરકાર દેશની માતા-બહેનો માટે અનેક રીતે યોજનાઓ ચલાવતી રહે છે. તેમાંથી ઘણી યોજનાઓ મહિલાઓને આર્થિક રીતે મદદ કરવા માટે હોય છે. 


તે પૈકીની એક યોજના એટલે 'જનની સુરક્ષા યોજના' આ યોજનામાં સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે મજબૂત ન હોય તેવી મહિલાઓને ૭૦૦ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવે છે. આ આર્થિક સહાય ગર્ભાવસ્થા દરમિયાન ખાવા-પીવાથી લઈને તેના સ્વાસ્થયનું સંપૂર્ણ ધ્યાન રાખી શકે તે માટે આપવામાં આવે છે. માતૃત્વના કોડ ધરાવતા હીનાબેન પાટણવાડિયા સરકારી યોજનાઓની પ્રશંસા કરતાં જણાવે છે કે,મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી જયારે મેં ગર્ભ ધારણ કર્યું ત્યારે મને પહેલા વિચાર આવ્યો કે મારા ગર્ભમાં રહેલા શિશું માટે હું શું કરીશ ત્યારે મને આશાવર્કર બહેનને માહિતી આપી હતી કે તમે કોઈ પણ પ્રકારનું ટેન્શન ના લો તમારૂ બાળક એકદમ સ્વસ્થ અને નીરોગી આવશે. તેમને કહ્યું હતું કે સરકારએ જનની સુરક્ષા યોજનામાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે જનની સુરક્ષા યોજના હેઠળ આર્થિક સહાય કરવામાં આવી રહી છે 


ત્યારે તરત જ આ યોજના માટે આશાવર્કર બહેને મારી અરજી કરી હતી.મહત્વનું છે કે, સરકાર દ્વારા શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓને બાળકની ડિલિવરી સમયે કૂલ ૧૪૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ઉંમર ૧૯ વર્ષથી વધુ હોવી જોઈએ તેઓને સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે.આ યોજના મારા જેવી  મહિલાઓ માટે આશિર્વાદરૂપ બની છે.

Reporter: admin

Related Post