News Portal...

Breaking News :

વકીલો અને મીડિયાની નજરથી બચાવી દુષ્કર્મના આરોપીઓને ગુપ્ત રાહે પાછલા બારણે કોર્ટમાં રજુ કરાયા

2024-10-10 20:49:22
વકીલો અને મીડિયાની નજરથી બચાવી દુષ્કર્મના આરોપીઓને ગુપ્ત રાહે પાછલા બારણે કોર્ટમાં રજુ કરાયા


વડોદરા : ભાયલી સ્થિત 16 વર્ષીય સગીરા પર આચરવામાં આવેલા સામુહિક દુષ્કર્મના ચકચારી મામલામાં આજે પાંચેય આરોપીનો રિમાન્ડ પૂર્ણ થતા વકીલો અને મીડિયાની નજરથી બચાવી ગુપ્ત રાહે પાછલા બારણે કોર્ટમાં રજુ કરાયા હતા. 


પોલીસે તમામ આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.ભાયલીમાં સગીરા પર થયેલા સામુહિક દુષ્કર્મની ચકચારી ઘટનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં પાંચેય આરોપીઓને ઝડપી પાડી તાલુકા પોલીસને હવાલે કર્યા હતા. આ મામલાની તપાસ અર્થે SIT ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વહેલી તકે ચાર્જશીટ રજુ થયા તેવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે


ત્યારે પોલીસે ગત તા. 8 ઓકટોબરના રોજ મુન્ના બનજારા, આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી અને અજમલને તપાસના મહત્વના મુદ્દાઓ સાથે કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે 10 ઓકટોબર બપોરે ત્રણ વાગ્યા સુધી રિમાન્ડ મંજુર કરતા પોલીસ અને વકીલોમાં એક તબક્કે નારાજગી ફેલાઇ હતી. હવે પોલીસ માટે મહત્વના પુરાવા એકત્ર કરવા માટે માત્ર 48 કલાકનો સમય હતો, જેમાં આરોપીઓ ગુનાના દિવસે પહેરાલા કપડ, બાઇક, પીડિતાનો મોબાઇલ સહિત, મેડિકલ પુરાવા એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post