News Portal...

Breaking News :

વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં હજારો ખેલૈયાઓએ રતન ટાટાને મૌન સાથે આપી શ્રદ્ધાંજલિ

2024-10-10 20:41:33
વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં હજારો ખેલૈયાઓએ રતન ટાટાને મૌન સાથે આપી શ્રદ્ધાંજલિ


બી.આર.જી ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 


સામાજિક સેવાના ઉદ્દેશથી આયોજિત વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીને પ્રથમ વર્ષે જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના મહાન ઉદ્યોગપતિ અને ભારત રત્ન રતન ટાટા નું 86 વર્ષ વયે નિધન ના સમાચાર સામે આવ્યા. આ દુઃખદ સમાચાર મળવાની સાથે જ વડોદરામાં આયોજિત વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ખાતે હજારો ની સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓ દ્વારા દેશના મહાન ઉદ્યોગપતિ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 


તમામ ખેલૈયાઓ તેમજ દર્શકો દ્વારા શિસ્તબદ્ધ રીતે મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી નો ચાંચર ચોક શ્રદ્ધાંજલિ સમયે એકદમ શાંત માહોલમાં જોવા મળ્યો હતો. રતન ટાટા ના રૂપે ભારતે વાસ્તવિક રત્ન ને ગુમાવ્યા છે. સાંસ્કૃતિક નગરી વડોદરામાં નવરાત્રી ની ઉજવણી દરમિયાનમાં મળેલ દુઃખદ સમાચાર થી તમામ નાગરિકો સ્તબ્ધ રહી ગયા હતા. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના ગાયકો સમેત કમિટી અને તમામ ખેલૈયાઓએ ભારતના મહાન રત્ન ની વિદાય ને મૌન સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.

Reporter: admin

Related Post