શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામક રોજગાર અને તાલીમ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર), મોડેલ કરીઅર સેન્ટર તરસાલી વડોદરા તેમજ આઈટીઆઈ ફોર ડિસેબલ તેમજ ભારત સરકારના નેશનલ કરીઅર સર્વિસ ફોર ડીફરન્ટલી એબલ(વુમન), વડોદરાના સંયુકત ઉપક્રમે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર હીયરીંગ ઈમ્પેરડ (શ્રવણમંદતા) અને ઓર્થો હેન્ડીકેપ (પગની દિવ્યાંગતા) ધરાવતા સ્વતંત્ર અવરજવર કરી શકે તેમજ હાથ થી કામ કરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના ધો. ૮ પાસ, ૧૦ પાસ, આઈટીઆઈ, ૧૨ પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.
જેમાં વડોદરા, મંજુસર, કરજણ, જંબુસર વિસ્તારના ૫ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા શોર્ટર, પેકર અને હેલ્પર, એસેમ્બલી હેલ્પર, ડેટા એન્ટ્રી, કોમ્પ્યુટર ઓપરેટર, બેક ઓફીસ, સેલ્સ એક્ઝિક્યુટિવ જેવી ૬૦ જેટલી જગ્યા માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા કરી હતી. આ ભરતી મેળામાં ૪૦ થી વધુ ઉમેદવારો તેમના વાલી સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી.
અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી કરવામા આવી હતી. મદદનીશ નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ તેમજ એનસીએસડીએ (વુમન) આસીસ્ટન્ટ ડાયરેકટર યોગેશ્વરકુમાર યાદવ તેમજ રોજગાર કચેરી અને આઈટીઆઈના સ્ટાફ દ્વારા સ્વરોજગાર લોન સહાય તેમજ ફ્રી વોકેશનલ અને સ્કીલ તાલીમ અંગે માર્ગદર્શન આપીને રોજગારીની તક ઝડપવા પ્રોત્સાહીત કર્યા હતા. શ્રવણમંદતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને મુકધ્વની ટ્રસ્ટ સંચાલિત કમળ।બેન બધિર વિદ્યાલયના મદદનીશ શિક્ષક પરેશ રાજગોર દ્વારા સાઈન લેંગવેજમાં સમજ અપાઇ હતી.
Reporter: admin