મહાનગર પાલિકા દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ વિસ્તારોના નાગરિકો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન દક્ષિણ ઝોન સ્થિત મકરપુરા કોમ્યુનિટી હોલ, મકરપુરા ગામ ખાતે કરવામાં આવેલ છે.
જેમાં નાગરિકોને સરકારની વિવિધ યોજનઓ અંતર્ગતની જાતીનો દાખલો, સીનીયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, નાગરિકોએ ભાગ લીધો હતો.સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી જણાવે છે કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તા. ૦૭-૧૦-૨૦૦૧ માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધુરા સંભાળ્યા બાદ સતત અને સળંગ શાસનકાળને તા. ૦૭-૧૦- ૨૦૨૪ ના રોજ ૨૩ વર્ષ પૂર્ણ થયેલ છે, તે નિમિત્તે તેઓએ ગુજરાતના કરેલ વૈશ્વિક અને બહુમુખી વિકાસ માટે આપેલ યોગદાનના ઋણ સ્વીકાર અર્થે દર વર્ષે ૦૭મી ઓકટોબર થી ૧૫મી ઓક્ટોબર સુધીના સપ્તાહને સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.વિકાસ સપ્તાહના ભાગરૂપે વડોદરા મહાનગર પાલીકા દ્વારા જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે સરકારની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક યોજનાઓનો લાભ સીધો જન-જન સુધી અને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તેવા નિર્ધાર સાથે આજરોજ તા. ૧૦-૧૦- ૨૦૨૪ના દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ વિસ્તારોના નાગરિકો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન દક્ષિણ ઝોન સ્થિત મકરપુરા કોમ્યુનિટી હોલ, મકરપુરા ગામ ખાતે કરવામાં આવેલ છે.
જેમાં નાગરિકોને સરકારની વિવિધ યોજનઓ અંતર્ગતની જાતીનો દાખલો, સીનીયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, નિરાધાર વિધવા સહાય યોજના જેવી યોજનાઓ, પુરવઠા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વગેરે વિભાગો અંતર્ગત આવતી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રી એ તમામ સ્ટોલોની મુલાકત લઇ લોકો સાથે સંવાદ કર્યો હતો તથા આવકના દાખલાના લાભાર્થિઓને આવકના દાખલાનુ વિતરણ કર્યુ. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલ મિસ્ત્રીએ વધુમા જણાવ્યુ છે કે, સદર સેવાસેતુ કાર્યક્રમમાં કૂલ-૩૮૬૨ અરજીઓ /સેવાઓ નો હકારાત્મક નિકાલ કરેલ છે. જે પૈકી આધાર કાર્ડ કૂલ-૪૩૮, આવકના દાખલા કૂલ-૧૬૭, PMJAY (આયુષ્યમાન કાર્ડ) કૂલ- ૧૧૨, હેલ્થ વેલનેસ કાર્ડ(ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી) કૂલ-૬૬૫, પી.એમ.સ્વનિધિ યોજના કૂલ-૧૮૫, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અંતર્ગત (પ્રોપર્ટી ટેક્ષ, ગુમાસ્તા, વ્યવસાય વેરો) કૂલ-૮૭૫, જાતિ પ્રમાણપત્ર કૂલ-૨૨, ફ્રીશીપ કાર્ડ-૦૨, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ કૂલ-૨૨, કુંવરબાઇનું મામેરૂ સહાય યોજન કૂલ-૦૭ વગેરે નમુનારૂપ સેવાઓ પુરી પાડવામાં આવેલ છે. આજના સેવાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કાઉન્સીલર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વ) હસમુખ પ્રજાપતી જીલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહેલ છે.
Reporter: admin