મિલેટસ ખાવાથી શરીરમા તાકાત આવે છે અને શરીરમા ચરબીનુ પ્રમાણ ઘટાડે છે. માટે દરેક ઘરમાં નાના બાળક થી લઇ મોટા વડીલે મિલેટસ ખાવા જોઈએ. તેની અલગ અલગ આઈટમ બનાવીએ તો ખાવામાં ખુબ ટેસ્ટી હોય છે અને તે બનવામાં પણ થોડોક સમય લે છે.
આજે આપણે રાગી ઈડલી બનાવીશું. જે ખાવમાં ખુબ હેલ્થી હોય છે. 3 જ્ણ માટે ઇડલી બનવવા એક કપ રાગી અને એક કપ સુજી ને દોઢ થી 2 કપ દહીમાં પલાડવા.અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી બેટર બનાવવું. ત્યાર બાદ ટેસ્ટ પ્રમાણે મીઠુ ઉમેરવું અને ગાગડી નં પડે એ પ્રમાણે બેટર ફેટી લેવું. હવે મિશ્રણ ને અડધો કલાક પલળે માટે ઢાંકીને રાખી દેવું.
અડધો કલાક પલળ્યા પછી બેટર મા અડધી ચમચી ખાવાનો સોડા અથવા અડધી ચમચી ઈનો ઉમેરી મિશ્રણ ને ફેટી લેવું. ત્યારપછી ઇડલી બનવવા માટે કુકર મા ઇડલી નુ ખીરું ઉમેરી 20 મિનિટ સ્ટીમ ક્રી લેવું. થોડીજ મિનિટોમા ઇડલી તૈયાર થઈ જશે અને તેને દાળ અથવા કોપરાની ચટણી સાથે ખાવાથી ખુબ ટેસ્ટી લાગશે.
Reporter: admin