એલોવેરા નો ઉપયોગ અનેક રોગોને દૂર કરવામાં વપરાય છે.એલોવેરા રોગ ને મુક્ત કરવા રાહત આપે છે. જેનો ગુજરાતી શબ્દ કુંવારપાઠું છે. જે ખેતી જંગલ વિસ્તારો તેમજ બગીચાઓમા અને ઘરના આંગણાઓમા થાય છે.
કુંવારપાઠાનો રસ વિટામિન્સ, કેલ્શિયમ,આયર્ન જેવા તત્વો ભરપૂર હોય છે. જે ખુબ મહત્વના છે. મહિલાઓમા માસિક ધર્મ સંબધિત સમસ્યાઓમાં એલોવેરાનુ સેવન ખુબ રાહત મળે છે. મોઢા પર ચેહરા પર લગવાથી ખીલના ડાઘ દૂર થાય છે અને સ્કિન ચમકીલી બને છે માટે 10 દિવસમા એક વાર કુંવારપાઠાનો ઉપયોગ કરવો જોઈએ
ખરતા વાળ અને ચામડીની સમસ્યાઓ માટે કુંવારપાઠું લગાવવું જોઈએ.
ગરમીના કારણે તાવ વધતો હોય તો કુવારપાઠનો ટુકડો કપાળ અને પગના તળિયા પર ઘસવાથી તાવ ઉતરે છે.
ગાળામાં દુખાવો થતો હોય તો કુંવારપાઠા ના રસ મા સાકર ભેળવીને લગાવવાથી મોઢામા આરામ મળે છે. કુંવારપાઠું એસીડીટીની સમસ્યામા એક ચમચી કુંવારપાઠાના રસમાં સાકાર ભેળવીને પીવાથી રાહત મળે છે.
શરીરના દુખાવા, પાઈલ્સ અને પેટના દુખાવામાં કુંવારપાઠું ખુબ ઉપયોગી નીવડે છે
કુંવારપાઠાનો ઉપયોગ કરવાથી ઘણી બીમારીઓ થી બચી શકાય છે.
Reporter: